Amsterdam, તા. 25
નેધરલેન્ડ્સના એક ટીવી હોસ્ટ ક્લાસ વાન ક્રુઇસ્ટમે લાકડાના પરંપરાગત બૂટના આકારની એક અનોખી કાર બનાવી છે. આ કારે દુનિયાના સૌથી ઝડપી મોટર સંચાલિત બૂટનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. ક્રુઇસ્ટમે પોતાની ટીમ સાથે મળીને આ અનોખું વાહન તૈયાર કર્યું છે.
કારને ઇલેક્ટ્રિક ગો-કાર્ટના ફ્રેમ પર બનાવવામાં આવી છે, જ્યારે તેનો બહારનો ભાગ પોલિએસ્ટર અને ફાઇબરગ્લાસથી તૈયાર કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર ટેસ્ટ દરમિયાન આ કારે 70.05 માઇલ પ્રતિ કલાક, એટલે કે લગભગ 113 કિમી/કલાકની ઝડપ પકડી હતી. આ ઝડપ સાથે તેને સૌથી ઝડપી મોટર ચાલિત બૂટનો રેકોર્ડ મળ્યો છે.

