Surat,તા.૧૫
Suratના ચર્ચાસ્પદ નાસિરનગર ડિમોલિશન કેસમાં વધુ એક મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે. કેસમાં સસ્પેન્ડ કરાયેલા એન્જિનિયર સુજલ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું (એફિડેવિટ) દાખલ કરીને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના દાવાને સમર્થન આપવા માટે ઉરટ્ઠંજછ ચેટ, કોલ રેકોર્ડ અને વીડિયો સહિતના દસ્તાવેજી પુરાવા પણ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
સુજલ પ્રજાપતિના એફિડેવિટ મુજબ, ૨૧ મેના રોજ મ્યુનિસિપલ કમિશનર તરફથી વોટ્સએપ પર આ જલ્હી પુરૂ કરો એવો સંદેશ મોકલવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે “જી સર” લખીને સૂચનનો સ્વીકાર કર્યો હોવાનું દાવામાં જણાવાયું છે.
દાવા મુજબ, ૨૯ મેના રોજ રોડ સરફેસ સંબંધિત પીડીએફ કમિશનરને મોકલવામાં આવી હતી. ત્યારબાદ ૩૦ મેના રોજ ડિમોલિશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સ્થળના વીડિયો પણ શેર કરવામાં આવ્યા હતા. સુજલ પ્રજાપતિનો દાવો છે કે આ વીડિયો મળ્યા બાદ કમિશનર તરફથી ઓકે લખીને જવાબ આપવામાં આવ્યો હતો.
એફિડેવિટમાં વધુમાં જણાવાયું છે કે ડિમોલિશનની કાર્યવાહી બાદ પણ બંને વચ્ચે વોટ્સએપ કોલ અને અન્ય સંદેશાવ્યવહાર ચાલુ રહ્યો હતો. જોકે, ૧૪ જૂન બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સુજલ પ્રજાપતિના જણાવ્યા મુજબ, તે તારીખ પછી મ્યુનિસિપલ કમિશનરે તેમની સાથે સંપર્ક ઓછો કરી દીધો હતો અને અનેક વખત ફોન કરવા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.

