New Delhi,તા.06
ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં 253/7 રન બનાવીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ટી20 વર્લ્ડ કપના નોક-આઉટ (સેમિફાઈનલ/ફાઈનલ) સ્ટેજમાં 200-પ્લસ સ્કોર બન્યો હોય તેવું ઇતિહાસમાં માત્ર બીજી વખત બન્યું છે. આ પહેલા 2012ની સેમિફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયા સામે 205/4 રન બનાવ્યા હતા, આ સાથે જ ટી20 વર્લ્ડ કપના નોક-આઉટ મુકાબલામાં ભારતે નવો કીર્તિમાન રચ્યો છે.
ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ હજુ પણ શ્રીલંકા (260/6) ન નામે છે, જે 2007માં બન્યો હતો. પરંતુ 2026ની સિઝનમાં ભારતે ઝિમ્બાબ્વે સામે ચેન્નાઈમાં 256/4 રન બનાવીને બીજા ક્રમનું સર્વોચ્ચ ટોટલ નોંધાવ્યું છે.
260/6: શ્રીલંકા વિ. કેન્યા (2007)
256/4: ભારત વિ. ઝિમ્બાબ્વે (2026)
254/6: વેસ્ટ ઈન્ડિઝ વિ. ઝિમ્બાબ્વે (2026)
253/7: ભારત વિ. ઈંગ્લેન્ડ (2026, સેમિફાઈનલ)
235/5: આયર્લેન્ડ વિ. ઓમાન (2026)
ભારત તરફથી એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ હવે સંજુ સેમસન (16 સિક્સર) ના નામે છે. તેણે રોહિત શર્મા (15) ને પાછળ છોડી દીધો છે. આ સાથે જ ભારતે આ સિઝનમાં કુલ 88 સિક્સર ફટકારીને પોતાની આક્રમક રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. બીજી તરફ એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ (19 સિક્સર) હવે સંયુક્ત રીતે નેધરલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ભારતના નામે છે.
સંજુ સેમસન (2026): 16
રોહિત શર્મા (2024): 15
શિવમ દુબે (2026): 15
ઈશાન કિશન (2026): 14
હાર્દિક પંડ્યા (2026): 14
પુરુષોની ટી20 ક્રિકેટમાં સૌથી વધુ વખત 250 કે તેથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હવે ભારતના નામે છે. ભારતે અત્યાર સુધી 6 વખત આ સિદ્ધિ મેળવી છે, જે સનરાઈઝર્સ હૈદરાબાદ (5 વખત) કરતા પણ વધુ છે.

