ઠાકરે ભાઈઓ શિંદે જૂથથી શિવસેનાનો વારસો પાછો ન મેળવી શકયા
Mumbai તા.17
મુંબઈ નગર નિગમ (બીએમસી)ની ચુંટણી એ મહારાષ્ટ્રની રાજનીતિએ એક મોટો સંદેશ આપ્યો છે કે પારિવારિક એકતા હંમેશા ચુંટણી જીતની ગેરંટી હોઈ શકે, ખરેખર તો બાલ ઠાકરેનો વારસો બચાવવા અને મરાઠી વોટોને વેરવિખેર થતા બચાવવા માટે 20 વર્ષ બાદ હાથ મિલાવનારા ઉદ્ધવ અને રાજ ઠાકરેની રાજનીતિ ભાજપ-શિંદેના ગઠબંધન સામે ફીકી પડી ગઈ.
ખરેખર તો દેશની સૌથી અમીર નગર નિગમની ચુંટણી પર દેશભરની નજર હતી. જેને મેળવવા 20 વર્ષ બાદ પિતરાઈ ભાઈ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ હાથ મિલાવ્યો હતો. જેનો ઉદ્દેશ મરાઠી વોટને એક કરવાનો હતો અને બાલ ઠાકરેના વારસાને તેમના સહયોગી એકનાથ શિંદે પાસેથી પરત લેવાનો હતો, પણ આ ગઠબંધન સફળ રહ્યું નહોતું.
કુલ મળીને ચુંટણી પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે, ઠાકરે પરિવારનું એક સાથે આવવું સફળ નથી રહ્યું. તેનું એક કારણ તેમનો એક પિતરાઈ ભાઈ હતી, ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ બિન મહારાષ્ટ્રીયનો પ્રત્યે કડક વલણ અપનાવ્યું હતું અને મરાઠી ગૌરવનો હિંસક પ્રચાર કર્યો હતો. તેમાં તેમના કાર્યકર્તાઆ દ્વારા મરાઠી ન બોલતા લોકોની પિટાઈ કરવાનું પણ સામેલ છે, જેના કારણે શિવસેના (યુબીટી)ને ખાસ કરીને બિન મરાઠી વસ્તીવાળા વોર્ડમાં નુકસાન ઉઠાવવું પડયું હતું.

