કેશોદ સાંગાણી હોસ્પિટલના ડો.રાજેશ સાંગાણીને વધુ એક પુરસ્કારથી સન્માનિત કરાયા
જીતુ પરમાર
Mangrol તા.૨૯ઃ
ગુજરાતના CM Bhupendra Patelના હસ્તે તબીબી ક્ષેત્રે સેવાઓ અને માનવસેવા પ્રત્યેની નિષ્ઠા બદલ ડૉ. રાજેશ સાંગાણીને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું છે.સન્માન પ્રાપ્ત થતાં ડૉ. રાજેશ સાંગાણી માટે આ ક્ષણ ગૌરવ અને આનંદની બની છે. તબીબી વ્યવસાયને માત્ર વ્યવસાય નહીં, પરંતુ માનવસેવાનું પવિત્ર કર્તવ્ય માનતા ડૉ. રાજેશ સાંગાણી દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે.
દર્દીઓના જીવનમાં આશાનું કિરણ જગાવવું, મુશ્કેલીના સમયમાં તેમની પડખે ઊભા રહેવું અને જરૂરિયાતમંદોને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવી આ જ છે ડૉ. રાજેશ સાંગાણીની માનવસેવાની ભાવના.ગુજરાતના CM Bhupendra Patelના હસ્તે પ્રશસ્તિપત્ર પ્રાપ્ત થતાં ડૉ. રાજેશ સાંગાણીએ આ સન્માનને પોતાના માટે ગૌરવની ક્ષણ ગણાવી છે.તેમના જણાવ્યા અનુસાર, આ સન્માન તેમને વધુ ઉત્સાહ, સમર્પણ અને કરુણાભાવ સાથે માનવસેવાના માર્ગૅ આગળ વધવાની પ્રેરણા આપશે.
ડૉ. રાજેશ સાંગાણી ફિઝિશિયન, ડાયાબિટોલોજિસ્ટ અને ઇન્ટેન્સિવિસ્ટ તરીકે તબીબી સેવાઓ સાથે સંકળાયેલા છે. તેઓ સાંગાણી હોસ્પિટલ્સ લિમિટેડના મેડિકલ ડિરેક્ટર તરીકે પણ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.આ સન્માન બદલ તેમણે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ પોતાના દર્દીઓ, સહકર્મીઓ, પરિવારજનો અને શુભેચ્છકોનો પણ આભાર માન્યો છે.
ડૉ. રાજેશ સાંગાણીના મતે, દર્દીઓનો વિશ્વાસ, સહકર્મીઓનો સહયોગ અને પરિવારજનોનો સાથ તેમની સેવાયાત્રાને સતત આગળ વધારવાની શક્તિ આપે છે.તબીબી સેવા એટલે માત્ર સારવાર નહીં, પરંતુ દર્દીઓ પ્રત્યે સંવેદના, કરુણા અને સમર્પણની ભાવના.’માનવસેવા એ જ પ્રભુસેવા’ના સંકલ્પ સાથે ડૉ. રાજેશ સાંગાણીની સેવાયાત્રા આગળ વધી રહી છે.મુખ્યમંત્રીશ્રીના હસ્તે મળેલું આ સન્માન તેમની માનવસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

