રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ઈરાનના માથે અમેરિકા અને ઈઝરાયેલે થોપેલા મહાયુદ્વમાં બન્ને તરફ મોટી ખુવારી બાદ ૪૦માં દિવસે બન્ને પક્ષો બે અઠવાડિયા માટે યુદ્વ વિરામ માટે સંમત થતાં વૈશ્વિક અર્થતંત્ર પર કટોકટીનું મોટું જોખમ ટળતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ૧૮%જેટલો કડાકો બોલાઈ જવા સાથે વૈશ્વિક શેર બજારોમાં ફરી તેજી થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ રેપો રેટ યથાવત રાખતાં બજારને ટેકો મળ્યો હતો. ભારતીય શેર બજારોમાં આજે ચાર મહિનાની સૌથી મોટી તેજી આવ્યા સાથે રોકાણકારોના ચહેરા પરની ૪૦ દિવસથી છીનવાયેલી ખુશી પરત ફરતી જોવાઈ હતી. શેરોમાં રોકાણકારોની સંપતિમાં એક દિવસનો વિક્રમી રૂ.૧૬.૨૫ લાખ કરોડનો જંગી વધારો થયો હતો.
વેસ્ટ એશિયામાં વકરતાં યુદ્વને વિરામ આપવા ઈરાન અને અમેરિકા વચ્ચે બે અઠવાડિયા માટે થયેલી યુદ્વ વિરામની સમજૂતી ક્ષણિક નિવડી આ વિરામનો ભાગ લેબનોન નહીં હોવાનું કહી ઈઝરાયેલ દ્વારા લેબનોન પર વિનાશક હુમલાઓ કરાતાં ઈરાન ગિન્નાઈને અમેરિકાને આ યુદ્વ વિરામને તોડવાની ચીમકી આપતાં યુદ્વ ફરી વકરવાના ટેન્શને વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ફરી ડહોળાયું હતું. ઈરાને હોર્મુઝ માર્ગ ખોલ્યાના અહેવાલ છતાં દરિયાઈ સુરંગો બિછાવી હોઈ ઈરાને નવો જળમાર્ગ ખોલ્યાના અહેવાલ અને એ પણ ટેન્શન વચ્ચે બંધ કર્યાના રિપોર્ટ સાથે ક્રુડ ઓઈલના ભાવ ફરી ભડકતાં ફંડો ફરી તેજીનો વેપાર ખંખેરવા લાગી સાવચેત બની ગયા હતા.
ભારતીય શેરબજારમાં કુલ મળીને મજબૂત બુલિશ ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જોકે વચ્ચે થોડો વોલેટિલિટી અને પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું હતું. અઠવાડિયાની શરૂઆતમાં બજાર થોડી સાવચેતી સાથે ટ્રેડ થયું હતું, પરંતુ મધ્ય અને અંતિમ સેશનમાં ખરીદદારોનું પ્રભુત્વ વધતા સૂચકાંકો ઊંચા સ્તરે પહોંચ્યા હતા. લાર્જકેપ સ્ટોક્સ સાથે મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં પણ વ્યાપક તેજી જોવા મળી હતી, જે દર્શાવે છે કે બજારની અંદરની મજબૂતી મજબૂત છે. અંતે બજાર અઠવાડિયાના હાઇ નજીક બંધ થયું હતું, જે આગળ માટે પોઝિટિવ સંકેત આપે છે.
આ અઠવાડિયાની તેજીના મુખ્ય કારણો
આ અઠવાડિયાની તેજી પાછળના મુખ્ય પરિબળોમાં ગ્લોબલ માર્કેટમાં સુધારો સૌથી મહત્વપૂર્ણ રહ્યો હતો. અમેરિકન સૂચકાંકો જેમ કે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ અને નાસ્ડેક કમ્પોઝિટ માં થયેલી તેજીનો સકારાત્મક પ્રભાવ ભારતીય બજાર પર પડ્યો હતો. બીજું મહત્વપૂર્ણ પરિબળ એફઆઈઆઈ દ્વારા ખરીદીમાં વધારો છે, જેના કારણે બજારમાં લિક્વિડિટી અને વિશ્વાસ વધ્યો છે. ત્રીજું પરિબળ શોર્ટ કવરિંગ અને વેલ્યુ બાયિંગ છે, જે ખાસ કરીને મધ્ય અને અંતિમ સેશનમાં તેજી લાવવામાં મદદરૂપ બન્યા હતા.
સ્થાનિક પરિબળો
ભારતમાં મજબૂત આર્થિક વૃદ્ધિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ બજાર માટે લાંબા ગાળે પોઝિટિવ પરિબળ છે.સ્થાનિક સંસ્થાગત રોકાણકારો અને એસઆઈપી ઇનફ્લો બજારને મજબૂત સપોર્ટ આપે છે. બેન્કિંગ સેક્ટરમાં ક્રેડિટ ગ્રોથ અને એસેટ ક્વોલિટી સુધારો રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ રેપો રેટ યથાવત રાખતાં બજારને ટેકો મળ્યો હતો.
વિશ્વ સમાચાર અને વૈશ્વિક પરિબળો
વૈશ્વિક સ્તરે જીઓ-પોલિટિકલ તણાવમાં થોડો ઘટાડો અને ડિપ્લોમેટિક પ્રયત્નો બજાર માટે પોઝિટિવ રહ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ સંબંધિત નિવેદનો અને વૈશ્વિક સ્તરે શાંતિપૂર્ણ ઉકેલની આશાએ રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો હતો.ચીન અને અન્ય અર્થતંત્રો દ્વારા આર્થિક પ્રોત્સાહન પગલાં વૈશ્વિક માંગમાં સુધારો લાવે છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતાની વચ્ચે વર્લ્ડ બેંકે ભારતના જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ગ્રોથનો અંદાજ વધારી દીધો છે. જેને જોતા કહી શકાય કે ભારત, દક્ષિણ એશિયાના અર્થતંત્રના એક મજબૂત સ્તંભ તરીકે અડીખમ ઊભું રહેશે. વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતના ગ્રોથ ફોરકાસ્ટને ૬.૩% થી વધારીને ૬.૬% કરી દીધો છે.
સેક્ટર તરફી માહોલ
બેન્કિંગ સેક્ટર અઠવાડિયાભર તેજીનું નેતૃત્વ કરતું રહ્યું હતું.આઈટી સેક્ટરમાં ગ્લોબલ માંગ સુધરતા ખરીદી જોવા મળી હતી. મેટલ સેક્ટરમાં કોમોડિટી ભાવમાં સુધારાના કારણે ઉછાળો આવ્યો હતો.ઓટો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મજબૂત ખરીદી જોવા મળી હતી.એફએમસીજી અને ફાર્મા સેક્ટર સ્થિર અને પોઝિટિવ રહ્યા હતા.શોર્ટ કવરિંગ અને વેલ્યુ બાયિંગ તેજીને ગતિ આપે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા મોંઘવારી અંગેની ચિંતા ઘટાડે છે.
મંદી તરફી કારણો
વૈશ્વિક અનિશ્ચિતતા હજુ પણ સંપૂર્ણપણે દૂર થઈ નથી.મોંઘવારી અને વ્યાજદર અંગેની ચિંતા યથાવત છે.ઉંચા સ્તરે પ્રોફિટ બુકિંગ શક્ય છે, જે વોલેટિલિટી વધારી શકે છે.
એફઆઈઆઈ / ડીઆઈઆઈ
એફઆઈઆઈ આ અઠવાડિયામાં નેટ બાયર્સ રહ્યા હતા, જે બજાર માટે સૌથી મોટો પોઝિટિવ પરિબળ રહ્યો હતો.ડીઆઈઆઈ દ્વારા પણ સક્રિય ખરીદી જોવા મળી હતી, જેના કારણે બજારમાં મજબૂતી યથાવત રહી હતી.
કોમોડિટી મૂવમેન્ટ
કોમોડિટી બજારમાં મિશ્ર પરંતુ સ્થિર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં મર્યાદિત સ્થિરતા બજાર માટે સકારાત્મક રહી હતી.બેઝ મેટલ્સમાં તેજી જોવા મળી હતી, જે ઈન્ડસ્ટ્રીયલ માંગ સુધારાનું પ્રતિબિંબ છે.
ગોલ્ડ
ગોલ્ડમાં સલામત રોકાણની માંગ ઘટતા મર્યાદિત નબળાઈ જોવા મળી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા પર ગોલ્ડના ભાવમાં વોલેટિલિટી નોંધાઈ હતી.
સિલ્વર
સિલ્વરમાં ઇન્ડસ્ટ્રીયલ માંગના કારણે સપોર્ટ જોવા મળ્યો હતો, પરંતુ વોલેટિલિટી યથાવત રહી હતી.
ભાવિ દિશા
આગામી અઠવાડિયામાં બજાર પોઝિટિવ ટ્રેન્ડ સાથે આગળ વધી શકે છે, પરંતુ વોલેટિલિટી યથાવત રહી શકે છે. એફઆઈઆઈની ગતિવિધિ, ગ્લોબલ સંકેતો અને ક્રૂડ ઓઈલના ભાવ બજાર માટે મુખ્ય ટ્રિગર રહેશે.જો વૈશ્વિક પરિસિ્થતિ સ્થિર રહેશે તો બજાર નવા ઉચ્ચ સ્તરો તરફ આગળ વધી શકે છે. કુલ મળીને આ અઠવાડિયામાં ભારતીય શેરબજારમાં મજબૂત બુલિશ ટ્રેન્ડ સાથે વ્યાપક ભાગીદારી જોવા મળી છે. બજારની અંદરની મજબૂતી અને સકારાત્મક સેન્ટિમેન્ટ દર્શાવે છે કે લાંબા ગાળે ટ્રેન્ડ પોઝિટિવ રહી શકે છે.જેથી યોગ્ય સ્ટોક પસંદગી દ્વારા સારા રિટર્ન મેળવવાની સંભાવના વધે છે.
ફયુચર રોકાણ
(૧)ગ્લેનમાર્ક ફાર્મા (૨૧૭૪) : ફાર્માસ્યુટિકલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૦૮ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૦૩ થી રૂ.૨૨૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨) ભારતી એરટેલ (૧૮૭૬) : અ /ઝ+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૮૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૮૧૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૯૩ થી રૂ.૧૯૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) ટેક મહિન્દ્રા (૧૪૪૪) : રૂ.૧૪૨૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૦૯ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ-સોફટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
(૪) સ્ટેટ બેન્ક (૧૬૦૭) : ટેકનીકલ ચાર્ટ મુજબ પબ્લીક બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૮૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૦૪૪ થી રૂ.૧૦૩૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૮ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
(૫) ઓબેરોય રિયલ્ટી (૧૬૩૫) : રૂ.૧૬૫૬ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૭૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૬૧૬ થી રૂ.૧૬૦૮ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
(૬) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૩૫૪) : રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૯૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૦૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧) ઇન્ડુસ ટાવર્સ (૪૩૭)ઃ અ/ઝ+૧ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૪૨૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૪૧૬ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૪૪૮થી રૂ.૪૬૦નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૪૬૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
(૨) મોઇલ લિમિટેડ (૩૦૪)ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૩૧૪ થી રૂ.૩૨૪ નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ (૨૨૦)ઃ રૂ.૨૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૯૭ ના બીજા સપોર્ટથી ટૂંકાગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૩૭ થી રૂ.૨૪૫ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૪) NCLઇન્ડિયા (૨૬૬)ઃ પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૭૫ થી રૂ.૨૮૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૪૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો….!!
(૫) ડીબી કોર્પ (૨૧૦) : રૂ.૧૯૭ નો પ્રથમ તેમજ રૂ.૧૮૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી પ્રિન્ટ મીડિયા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૨૩ થી રૂ.૨૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૬) યુનિયન બેન્ક (૧૮૮) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૭૬ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૯૪ થી રૂ.૨૦૨ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭) હેડલબર્ગ સિમેન્ટ (૧૫૩) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૧૫૮ થી રૂ.૧૬૫ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
(૮)બંધન બેન્ક (૧૬૮) :ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૪ આસપાસ સપોર્ટથી રોકાણકારે રૂ.૧૭૪ થી રૂ.૧૮૦ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૪૦ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧) IDBI બેન્ક (૭૪) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૭૮ થી રૂ.૮૪ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! રૂ.૬૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
(૨) SJVN લિમિટેડ (૭૨)ઃ ડિલેવરીબેઇઝ રોકાણકારે પાવર સેક્ટરનાં આ સ્ટોકને રૂા.૬૭ ના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે રૂ.૭૮ થી રૂ.૮૪ સુધીની ભાવ સપાટી નોંધાવશે…!!!
(૩) આદિત્ય બિરલા ફેશન (૬૦)ઃ ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૬ નો પ્રથમ તેમજ રૂ.૫૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી સ્પેશ્યાલિટી રીટેલ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂા.૬૪ થી રૂ.૬૭ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) HFCL લિમિટેડ (૮૩) : રૂ.૭૮ ના સ્ટ્રોંગ સપોટ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૮૮ થી રૂ.૯૩ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે….!!
૨૦૩૦ સુધીમાં MSMEs GDPમાં ૪૦ ટકા સુધીનું યોગદાન આપે તેવી શક્યતા છે…!!!
ભારતના જીડીપીમાં ખજખઊતનો હિસ્સો ૨૦૩૦ સુધીમાં વધીને ૪૦ ટકા થશે, જે હાલમાં લગભગ ૩૦ ટકા છે, એમ શનિવારે એક અહેવાલમાં જણાવાયું છે. ઇ૨ઊં એનાલિટિક્સના અહેવાલમાં જણાવાયું છે કે જો વર્તમાન વૃદ્ધિનો ટ્રેન્ડ ચાલુ રહેશે તો ભારતનો જીડીપી ૨૦૩૦ સુધીમાં ૫૩૭.૯૬ ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે, જેનાથી MSME ક્ષેત્રનો ફાળો આશરે ૪૦ ટકા અથવા લગભગ રૂ. ૨૧૫.૧૮ ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી જશે. અહેવાલમાં ઉમેર્યું છે કે ૨૦૩૦ સુધીમાં ખજખઊ ક્ષેત્રની કુલ ભંડોળની જરૂરિયાત રૂ. ૧૬૨.૯૨ ટ્રિલિયન રૂપિયા હોવાનો અંદાજ છે.
કુલ ભંડોળની જરૂરિયાતમાંથી, ઔપચારિક ધિરાણ ઉપલબ્ધતા રૂ. ૭૮.૦૨ ટ્રિલિયન રૂપિયા હોવાનો અંદાજ છે, જેમાં પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણમાંથી રૂ. ૫૬.૯૮ ટ્રિલિયન રૂપિયા, અનુસૂચિત વાણિજ્યિક બેંકોમાંથી રૂ. ૧૮.૫૭ ટ્રિલિયન રૂપિયા અને NBFC તરફથી રૂ. ૨.૪૬ ટ્રિલિયન રૂપિયાનો સમાવેશ થાય છે. પ્રમોટર્સની પોતાની મૂડી દ્વારા વધારાના ૩૦ ટકા ભંડોળના તફાવતને પૂર્ણ કરવાની અપેક્ષા છે, જ્યારે ૫ ટકા અનૌપચારિક સ્ત્રોતો દ્વારા પૂર્ણ થવાની અપેક્ષા છે, જેના કારણે ૨૦૩૦ સુધીમાં ૫૫.૧૮ ટ્રિલિયન રૂપિયાની અંદાજિત અપૂર્ણ જરૂરિયાત રહેશે.
‘‘અમારા અંદાજો જીડીપીમાં MSME ના યોગદાનના વિસ્તરણના સંદર્ભમાં મજબૂત લાંબા ગાળાના વિકાસ વલણોને પ્રતિબિંબિત કરે છે. ઔપચારિક ધિરાણ વૃદ્ધિ પણ સાથે સાથે આગળ વધવાની અપેક્ષા છે, B2K એનાલિટિક્સના CEO રીતા બાસુએ જણાવ્યું હતું.તેમણે ખજખઊ ક્ષેત્રમાં ક્રેડિટ ગેપને સમાપ્ત કરવા માટે ઔપચારિક ધિરાણ ચેનલોના વિસ્તરણ માટે હાકલ કરી.
અહેવાલમાં MSME વૃદ્ધિને ટકાઉ રીતે ટેકો આપવા માટે ક્રેડિટ પ્રવેશને વધુ ગાઢ બનાવવા અને નવીન ભંડોળ પદ્ધતિઓ વિકસાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. તેમાં ઔપચારિકીકરણને પ્રાથમિકતા તરીકે આગ્રહ કરવામાં આવ્યો હતો, કારણ કે લગભગ ૯૫ ટકા ખજખઊ અનૌપચારિક રીતે કાર્ય કરે છે, જેના કારણે ધિરાણકર્તાઓ માટે તેમની ક્રેડિટ યોગ્યતાનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ બને છે. જીએસટી રિટર્ન ફાઇલ કરવાથી ખજખઊની તેમની વ્યવસાયિક પ્રવૃત્તિ અને નાણાકીય કામગીરીની આસપાસ પારદર્શિતામાં સુધારો થઈ શકે છે, તે સૂચવવામાં આવ્યું છે.
ઞઙઈં અને ઓનલાઈન બેંકિંગ જેવી ડિજિટલ ચુકવણી પ્રણાલીઓ અપનાવવાથી ચકાસણીયોગ્ય વ્યવહાર ઇતિહાસ બનાવવામાં મદદ મળે છે, જેનાથી ધિરાણકર્તાઓ નાણાકીય સ્વાસ્થ્યનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરી શકે છે. આ પ્રણાલીઓ રોકડ પ્રવાહ વ્યવસ્થાપનમાં પણ સુધારો કરે છે, જે ખજખઊત ને સ્પષ્ટ નાણાકીય રેકોર્ડ જાળવી રાખીને તેમના નાણાકીય ક્ષેત્ર પર વધુ નિયંત્રણ આપે છે, પેઢીએ જણાવ્યું હતું.ડિજિટલ ચુકવણી પ્રણાલીઓ વિશ્વસનિયતામાં પણ વધારો કરે છે અને પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણ અને સરકારી યોજનાઓની ઍક્સેસમાં વધારો કરે છે. તેણે સ્ટોક એક્સચેન્જ પર જખઊ ઈંઙઘ જેવા ઇક્વિટી-આધારિત ધિરાણની પણ ભલામણ કરી હતી, જે MSMEને બજારમાંથી સીધી મૂડી એકત્ર કરવાની મંજૂરી આપે છે. ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં, મહારાષ્ટ્રમાં ૧૧ કરોડથી વધુ નોંધાયેલા એકમો સાથે ભારતમાં સૌથી વધુ MSME છે. રાજ્યનો વૈવિધ્યસભર ઔદ્યોગિક આધાર, વ્યાપક શહેરીકરણ અને પરિપક્વ માળખાગત સુવિધાઓ, ખાસ કરીને મુંબઈ, પુણે અને નાસિક જેવા આર્થિક કેન્દ્રોમાં આ મોટી લીડ તરફ દોરી ગઈ.
મૂડીઝે ભારતનું રેટિંગ સ્થિર આઉટલુક સાથે Baa3 પર રાખ્યું છે…!!!
મૂડીઝે ભારતના સાર્વભૌમ ક્રેડિટ રેટિંગને સ્થિર આઉટલુક સાથે ઇફફ૩ પર જાળવી રાખ્યું છે.તેના તાજેતરના અહેવાલમાં, એજન્સીએ જણાવ્યું હતું કે ભારતનું સ્થિર આઉટલુક રોગચાળા પછીના નાણાકીય સૂચકાંકોમાં સુધારો અને અન્ય દેશોની તુલનામાં પ્રમાણમાં સ્થિતિ સ્થાપક આર્થિક વૃદ્ધિ દર્શાવે છે.તેણે એ પણ નોંધ્યું છે કે માળખાગત સુવિધાઓ, ડિજિટલાઇઝેશન અને નાણાકીય ક્ષેત્રના સુધારાઓમાં સતત રોકાણોએ સ્થિર પુનઃપ્રાપ્તિને ટેકો આપ્યો છે.જોકે, મૂડીઝે ચેતવણી આપી હતી કે વધતા ભૌગોલિક રાજકીય તણાવ વૃદ્ધિને ધીમી કરી શકે છે અને ફુગાવાને વધુ ઉંચો કરી શકે છે.તે અપેક્ષા રાખે છે કે ભારતનો જીડીપી વૃદ્ધિ ઋઢ૨૭ માં લગભગ ૬ ટકા સુધી મધ્યમ રહેશે, જે ઋઢ૨૬ માં અંદાજિત ૭.૩ ટકા હતો, કારણ કે બાહ્ય દબાણ અર્થતંત્ર પર ભાર મૂકે છે.એજન્સીએ ફુગાવા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી, જે આ વર્ષે લગભગ ૨.૪ ટકાથી વધીને ઋઢ૨૭ માં ૪.૮ ટકા થવાનો અંદાજ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પુરવઠામાં વિક્ષેપો, ખાસ કરીને એલપીજી અને ખાતરોમાં વિક્ષેપો, ઇંધણ અને પરિવહન ખર્ચમાં વધારો કરી શકે છે, જે આખરે ખાદ્યપદાર્થોના ભાવ પર પણ અસર કરી શકે છે.
મૂડીઝે વધુમાં નિર્દેશ કર્યો છે કે ભારતની બાહ્ય સ્થિતિ દબાણ હેઠળ આવી શકે છે. મધ્ય પૂર્વ, જે ભારતના આંતરિક રેમિટન્સમાં લગભગ ૪૦ ટકા હિસ્સો ધરાવે છે, તે એક મુખ્ય ક્ષેત્ર છે.નોકરીઓ અથવા આર્થિક પ્રવૃત્તિમાં કોઈપણ વિક્ષેપ ભારતમાં રેમિટન્સ પ્રવાહ અને સ્થાનિક માંગને અસર કરી શકે છે.વધુમાં, ઊર્જા અને ખાતરો માટે ઊંચા આયાત ખર્ચ, આ પ્રદેશમાં નિકાસમાં સંભવિત વિક્ષેપો સાથે, ચાલુ ખાતાની ખાધને વધારી શકે છે.
નાણાકીય મોરચે, એજન્સીએ જણાવ્યું હતું કે ભારતનું દેવું સ્તર ઊંચું રહેશે, સરકારી દેવું મધ્યમ ગાળામાં જીડીપીના ૮૦ ટકાથી ઉપર રહેવાની ધારણા છે.નાણાકીય એકત્રીકરણ ધીમે ધીમે થવાની સંભાવના છે, કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૭ માં જીડીપીના ૪.૩ ટકા ખાધનું લક્ષ્ય રાખ્યું છે, જે નાણાકીય વર્ષ ૨૬ માં ૪.૪ ટકા કરતા થોડું ઓછું છે.મૂડીઝે જણાવ્યું હતું કે, જ્યારે ભારતનો આર્થિક દૃષ્ટિકોણ સ્થિર રહે છે, ત્યારે દેવાના સ્તર અને રાજકોષીય મજબૂતાઈમાં કોઈપણ સતત સુધારો ભવિષ્યના રેટિંગ અપગ્રેડને ટેકો આપી શકે છે. તે જ સમયે, નબળી વૃદ્ધિ અથવા ઉચ્ચ રાજકોષીય સ્લિપેજ રેટિંગ પર દબાણ લાવી શકે છે.આગળ જોતાં, એજન્સી અપેક્ષા રાખે છે કે નાણાકીય વર્ષ ૨૮ માં ભારતનો વિકાસ દર ૬.૨ ટકા જેટલો સાધારણ સુધારો જોવા મળશે, જે વૈશ્વિક અનિશ્ચિતતાઓ
RBIનો મહત્વપૂર્ણ નિર્ણય, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં…!!!
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મળેલી મોનેટરી પોલિસી કમિટીએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ની પ્રથમ બેઠકમાં રેપો રેટ ૫.૨૫% પર યથાવત રાખવાનો અને પોલિસીનું વલણ ’ગયીિંફિહ’ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને હવે બે અઠવાડિયા માટે અટકાવી દેવાયાનો અમેરિકા અને ઈઝરાયલ તથા ઈરાન દ્વારા નિર્ણય લેવાયો છે ત્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ કડાકો બોલાઈ ગયો છે.
શેરબજાર અને સોના-ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈ રહી છે. આ દરમિયાન હવે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે કાયમી શાંતિ માટે શરતો પર મંત્રણા શરૂ થવાની છે તેને અને વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ ’વેઈટ એન્ડ વોચ’ (થોભો અને રાહ જુઓ) ની નીતિ અપનાવી છે. આ નિર્ણયની સીધી અસર હેઠળ, તમારા હોમ લોન કે કાર લોનના ઇએમઆઇ હાલમાં વધશે નહીં અને બજારમાં વ્યાજ દરો સ્થિર રહેશે.
રિઝર્વ બેંકના ગવર્નર મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે રેપો રેટને ૫.૨૫ ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. ઈરાન સંકટને કારણે ઉભી થયેલી મોંઘવારી ફરી એકવાર આર્થિક જોખમ ઊભું કરી રહી છે, જેના કારણે વ્યાજદરમાં ઘટાડો કરવાને બદલે આર્થિક સ્થિરતા અને વિકાસ દર જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે રેપો રેટ એ મુખ્ય બેન્ચમાર્ક છે જેના આધારે તમામ બેંકો લોન પરના વ્યાજદર નક્કી કરે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અગાઉ રેપો રેટમાં ઘટાડો થવાના સંકેત આપ્યા હતા પરંતુ ગવર્નરના આ નિર્ણયથી દેશના કરોડો લોનધારકો અને ઘર ખરીદનારાઓને નિરાશા સાંપડી છે. રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે હોમ લોન અને ઓટો લોનની ઇએમઆઇમાં પણ કોઈ ઘટાડો થશે નહીં અને તે પહેલાની જેમ જ યથાવત રહેશે. આ નિર્ણયથી મધ્યમ વર્ગના ખિસ્સા પરનો બોજ હળવો થવાની આશા હાલ પૂરતી ઠગારી નીવડી છે.

