Junagadh તા.30
વિસાવદરના મુંડીયા (રાવણી) ગામની સીમમાંથી ખેતરોમાં પાથરેલ ફુવારાના વાયરો ફુવારાની પાઈપલાઈન, સહિતની ચોરીની ફરીયાદ નોંધાઈ છે. ફરીયાદી પરસોતમભાઈ ભીમજીભાઈ વડોદરીયા (ઉ.65)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.21/3/26ના કોઈપણ સમયે વાડીમાં પાથરેલ કેબલ વાયર 1500 ફુટ કિંમત રૂા.21,500 વાયર સર્વિસ 300 ફુટ રૂા.3500 પાણી લાઈનના ફુવારા માટેના સ્પીંકલર નંગ-14 કિંમત રૂા.1000 મળી કુલ રૂા.33000ની કોઈ અજાણ્યા ઈશમો ચોરી કરી લઈ ગયાની ફરીયાદ છે. ઉપરાંત આજુબાજુની વાડીઓમાંથી પણ ચોરી થયાનું નોંધાતા વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી એક અજાણ્યા પુરૂષ (ઉ.60)ની લાશ મળી આવી હતી. આ અંગે પોલીસમાં ફીરોજખાન જાફરખાન પઠાણે જાણ કરતા એ ડીવીઝન પોલીસ સબ ઈન્સ. પી.બી. સોલંકીએ તપાસ હાથ ધરી છે. પાર્કિંગમાંથી મળી આવી હતી. કયા ગામનો છે કોણ છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
Trending
- MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
- Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
- 19 એપ્રિલનું પંચાંગ
- 19 એપ્રિલનું રાશિફળ
- મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
- Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
- ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
- Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી

