Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો

    June 8, 2026

    Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ

    June 8, 2026

    Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો

    June 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો
    • Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ
    • Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો
    • Jamnagar ધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
    • Morbi પોલીસની ’શી-ટીમ દ્વારા અસહાય વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ આશરો અપાવાયો
    • Morbi આપઘાતની બે ઘટના વેપારી અને યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
    • Morbi દહેજનાં ભૂખ્યા સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો
    • Morbi મહીલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»વૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી ચલણનો ભાવ ગગડતો નથી!
    લેખ

    વૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી ચલણનો ભાવ ગગડતો નથી!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 8, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ફાલ્ગુની વસાવડા
    અમેરિકાનાં સાંસદો એ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ અટકાવવાની ચીમકી આપી! વિરોધપક્ષનો દાવો છે કે ટ્રમ્પને અમેરિકનો ની પડી નથી, વિશ્વનાં બીજા દેશોનાં પ્રશ્નોમાં વધુ રસ છે. ખાડી એક અને એક અબજ લોકોનાં જીવન પર કારમી અસર, વૈશ્વિક વૃદ્ધિ દર ઘટીને 2.8% થશે! કેટલાંય દેશો મંદી ગ્રસ્ત થશે ! ફૂગાવો વધશે અને બેરોજગારી પણ વધશે. અમેરિકા જેવું સદ્ધર અર્થતંત્ર પણ છ મહિનાથી ચાલતાં યુદ્ધને કારણે હલબલવાં લાગ્યું છે! અમેરિકા તો ડાયરેક્ટ યુદ્ધનો ભાગ પણ નથી! માત્ર મધ્યસ્થી કરે છે. એટલે એમ કહોને કે જે દેશો વચ્ચે લગાતાર યુદ્ધ ચાલી રહ્યું છે, એની તો આર્થિક પાયમાલીનો અંદાજ આકવો અઘરો છે!
    ભારત હાલ આર્થિક સંકટમાં છે, એવું કહેવું યોગ્ય નહીં બને. હા, કેટલીક મુશ્કેલીઓ છે, બેરોજગારી,આવકમાં અસમાનતા, કેટલાંક ક્ષેત્રોમાં ધીમી માંગ, અને વૈશ્વિક અનિશ્ચિતતા તેલના ભાવ, યુદ્ધો, વેપાર તણાવ જેવી બાબતો ચિંતાનો વિષય છે. પરંતુ કુલ અર્થવ્યવસ્થા હજુ પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં ગણાય છે. ગયા વર્ષ એટલે કે 2024/25 માં વૃદ્ધિ દર 7.1 હતો જ્યારે આજે 2025/26 માં વૃદ્ધિ દર  7.7 થયો છે, એટલે દેશે વૃદ્ધિ કરી છે! અને છતાં લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે! તકલીફ ભોગવી રહ્યાં છે. એનું કારણ માત્ર એટલું જ છે કે, વૃદ્ધિ દર વધે એટલે દરેક વ્યક્તિની સ્થિતિ સુધરે જ એવું નથી. કારણકે નોકરીઓનું સર્જન વૃદ્ધિદર જેટલી ઝડપે નથી થતું. મોંઘવારીનાં કારણે મધ્યમ અને નીચાં આવકવર્ગ પર દબાણ રહે છે. સંપત્તિ અને આવકનો મોટો હિસ્સો થોડાં લોકો પાસે કેન્દ્રિત થાય છે. કૃષિ જેવાં નાનાં વ્યવસાયો સામે હજુ પડકારો છે.
    આ ઉપરાંત દેશમાં આ યુદ્ધ દરમિયાન પેટ્રોલ ડીઝલની માંગ પહોંચી વળવાં માટે કેન્દ્ર દ્વારા પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની છૂટ બાદ ડિઝલમાં પણ બાયોફ્યુઅલ ભેળવવાની છૂટ અપાઈ ! પરંતુ છૂટ આપ્યાં પછી વાતાવરણમાં અને એન્જીન પર એની આડઅસર વિશે ઊંડાણપૂર્વક તપાસ થશે! અંતે જોખમ તો પ્રજા પર! પરંતુ ભારત પાસે બીજો વિકલ્પ નથી, કારણકે કેટલીય આયાત લોન ચાલું હોય આર્થિક મંદી જ છે! હાં ધનવાનો ધનવાન થતાં જાય છે, અને બીજું મંદિરોનાં ટ્રસ્ટ પણ સોનું, હીરા, મોતી, જેવાં, કિંમતી દાનથી ધમધમે છે, છોડો! પરંતુ આજે જે સમય ચાલી રહ્યો છે! એમાં આપણે એક દાવ રમીને રુપિયાની કિંમત વધારી શકીએ છીએ! કારણકે ગમે તેટલી મંદી હોય, છેલ્લાં કેટલાંય સમયથી ડોલર, યુરો, દિનાર, કે પાઉન્ડનાં ભાવ ઉતર્યા નથી, રુપિયો બે રુપિયા ઉલ્ટા વધ્યાં છે! આનું કારણ શું છે? કારણકે તે આપણા પૈસે લીલાલહેર કરે છે! ઈન્ટરનેશનલ જોબ અને ઈન્ટરનેશનલ બ્રાન્ડનું આજની જનરેશનને ઘેલું લાગ્યું છે! રોજનાં લાખો રૂપિયા આ રીતે એમનાં ખાતામાં જમા થાય છે! ઉપરથી એમનાં વેપારીઓ બેરોજગારીને નામે આપણાં  મજૂરો પાસે કામ કરાવે, ત્યાં કરતાં અડધાં રુપિયામાં કામ થઈ જાય‌! એ બચત પણ ખરી! આપણાં વડાપ્રધાન એ અમુક વસ્તુઓ પર એક વર્ષ સ્વેચ્છાએ રોક લગાવવાં કહ્યું છે, પણ આપણે હિન્દ છોડો આંદોલન વખતે જેમ સ્વદેશીનું પ્રણ લીધું હતું, એમ બધીજ વિદેશી વસ્તુઓનો ઉપયોગ ટાળી, અને દેશનાં અર્થતંત્રને ઉંચુ લાવી શકીએ! રુપિયાની કિંમત વધારી શકીએ! મંદિરો અને ટ્રસ્ટો પોતાની સંપત્તિ સરકારને વગર વ્યાજે આપી શકે! આમ તો દેશ છે તો સંસ્કૃતિ છે, અને સંસ્કૃતિ છે તો મંદિર છે! છતાં મોટા માણસો જેટલું થાય એટલું કરે અને સામાન્ય માનવી દેશ માટે સ્વદેશની ભાવના ઉપર રાખે તો, ખરેખર ભારત હજી વધુ ઝડપે વિકાસ સાધી શકે! જેમાં વિકાસનો અર્થ માત્ર ટેકનોલોજી કે સુખ સુવિધા નહીં પણ, દર ક્ષેત્રમાં સમાજનો દરેક વર્ગ સરખી સુવિધા ભોગવે! અને શિક્ષણનું સ્તર પણ સુધરે! માત્ર સ્પર્ધાત્મક નહીં પણ વ્યવહાર જ્ઞાન પણ આપવામાં આવે!
    ભારતનાં વિકાસને નામે નાનાં મોટાં દરેક શહેરમાં મોલ ખડકાતાં જાય છે! મલ્ટિપ્લેક્સ સિનેમા શરૂ થતાં જાય છે! અને આ રીતે નોકરિયાત વર્ગનું પણ કાસ્ટ ઓફ લિવિંગ વધતું જાય છે! ઉપરાંત આવતીકાલ વિશે અનિશ્ચિત ભાવિ હોય, મોજમજા ને આડેધડ ખાણીપીણી, અને હું રેસમાંથી ફેંકાઈ જઈશ તો એ સ્ટેટસનું સટ્રેસ ભર્યું જીવન, એટલે રોગ વધ્યા! ડોકટર વધ્યાં, ડાયેટિશયન વધ્યાં, જીમ વધ્યાં, ઉપરાંત મનોરંજનને નામે પણ કેટલાય ક્લાસ! ફેશન એસેસરીઝ માટેની તમામ બ્રાંડના શો રુમ ! અને સામાન્ય આવક ધરાવતાં લોકો, આ બધું એફોર્ડ ન કરી શકે એટલે ચોરી લૂટ સાઈબર ક્રાઇમ! બ્લેકમેઇલ જેવા કેટલાય ગુન્હા!
    આપણાં વડીલો વારંવાર આપણને શીખામણનાં રુપે કહેતાં કે બેટા “પછેડી પ્રમાણે પગ પસારવા” એટલે કે આવક પ્રમાણે જીવતા શીખો! અને એટલે એ સમયે ગેસ સ્ટવ, ટીવી, ફ્રીઝ, અને એસી, એ બધું લકઝરી કહેવાતું! અને ગૃહસ્થી નાં વર્ષો પછી એવાં સાધનો ઘરમાં આવતા તો બાળકોને જાદું થયું હોય એવું અનુભવતાં! પણ એની સાચી કિંમત તો કડી મહેનત કરનાર જાણે! આ મુકામે પહોંચતાં જીવનનાં કેટલાય વર્ષો નીકળી જતાં! પણ આજે હવે એવું નથી, રુપિયા હોય કે ન્હોય, દેવું કરીને કે લૂંટફાટ કરીને પણ મોજમજા કરવી. મોંઘવારીનો સૌથી પહેલો નિયમ જ્યાં જરુરીયાત વધુ ત્યાં મોંઘવારી વધું! શું આપણે આપણા વડીલોની જેમ જરુરીયાત ઓછી કરીને જીવી ન શકીએ! કારણકે સાચી ખુશી કે આનંદ આ એકપણ ભૌતિક સાધનો આપી શકતાં નથી! હાં સુખ મળે, પણ સુખ ક્ષણિક હોય છે! જેમ કે આઈસ્ક્રીમ! જીભ પર સ્વાદ રહે ત્યાં સુધી!અને આપણે આવાં ક્ષણિક સુખ માટે લાખો રૂપિયા અત્યાર સુધીમાં જીવન યજ્ઞમાં હોમી દીધાં! રુપિયા એ આજનાં યુગની સૌથી આવશ્યક વસ્તુ માંની એક છે! અને એટલે જ રુપિયાની કિંમત વધારવાં એને બહુ સાચવી સાચવીને વાપરીએ અને આપણું તેમજ દેશનું ધન બચાવીએ!
    જવાનો સરહદ પર રહીને ભારત માતાની રક્ષા કરે છે, અને એટલે આપણે સુરક્ષિત છીએ! આપણને સૌને એની માટે ગર્વ પણ છે! પરંતુ દેશને ઉંચો લાવવો એ પણ એક દેશ સેવા જ છે! અને ભારતનાં નાગરિક તરીકે આપણે સૌ આ રીતે સેવા આરામથી કરી શકીએ‌ છીએ, અને આજનાં સમય પ્રમાણે કોઈએ એવું કંઈ ત્યાગવા નું નથી, બસ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો, અને આપણાં રુપિયા આપણાં દેશમાં જ રહે, આપણી ખરીદીથી કોઈ ઘરે આવક ઉભી થાય! એમ જીવીએ! ચાલું સરકારનું વિઝન 2040/45 સુધીમાં ભારતને વિશ્વની મહાસત્તા તરીકે સ્થાપિત કરવાનું છે! પણ આપણે આ રીતે એને ટેકો જાહેર કરીએ તો કદાચ એ સ્વપ્ન વહેલું પૂરું થાય! તો ચાલો આ રીતે દેશના અર્થતંત્રને વધુ સમૃદ્ધ બનાવીએ. જય હિન્દ.
      લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
    Falguni Vasavada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    ખાદ્ય સુરક્ષા અને ધોરણો (પેકેજિંગ) નિયમનો 2018

    June 8, 2026
    લેખ

    અમેરિકન વ્હાઇટ-કોલર વર્કર જોબ્સ એક્ટ 2026: ગ્રીન કાર્ડ માટે એચ-૧બી વિઝાનો માર્ગ બંધ કરવાનો નિર્ણય

    June 8, 2026
    વ્યાપાર

    વૈશ્વિક અસ્થિરતા વચ્ચે તેજી ઉપર મંદીનું દબાણ હજુ યથાવત…!!!

    June 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    America માં ભારતીય કેરીની ધૂમ, બજાર $1 અબજને વટાવી ગયું

    June 8, 2026
    ધાર્મિક

    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું તેથી પુરૂષોત્તમ નામે પ્રસિદ્ધ છું

    June 6, 2026
    લેખ

    બોધકથા… સંબંધો મૃત્યુ સાથે સમાપ્ત થાય છે

    June 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો

    June 8, 2026

    Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ

    June 8, 2026

    Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો

    June 8, 2026

    Jamnagar ધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા

    June 8, 2026

    Morbi પોલીસની ’શી-ટીમ દ્વારા અસહાય વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ આશરો અપાવાયો

    June 8, 2026

    Morbi આપઘાતની બે ઘટના વેપારી અને યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    June 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો

    June 8, 2026

    Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ

    June 8, 2026

    Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો

    June 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.