Junagadh તા.18
જુનાગઢ જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવ પોલીસ દફતરે નોંધાયા છે. જેમાં જુનાગઢ તાબેના વડાલ ગામે રહેતા જયદીપભાઈ ભુપતભાઈ હીરાણી (ઉ.34)એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત નોંધાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત
જુનાગઢ ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતા ભાર્ગવ મહેન્દ્રભાઈ મકવાણા (ઉ.27)એ કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા મોત નોંધાતા સી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
બીમારીના કારણે મહિલાનું મોત
જુનાગઢ ફુલીયા હનુમાન રોડ વિસ્તારમાં રહેતા હેમાબેન હીતેષભાઈ ચાવડા (ઉ.50)ને થાઈરોડની બીમારી હોય તેમજ હરસ મસાની બીમારી પણ હોય એક માસથી જમવાનું ઓછું જમતા હોય જેમાં તેમનું મોત નોંધાતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

