New Delhi, તા.18
કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતીન ગડકરીએ બુધવારે જણાવ્યું હતું કે, દેશભરમાં વર્ષ 2026ના અંત સુધીમાં રાષ્ટ્રીય રાજમાર્ગો પર સેટેલાઈટ અને એઆઈ ટેકનીકથી ટોલ વસુલી શરૂ થઈ જશે. આ નવી મલ્ટી-લેન ફ્રી ફેલા (એમએલએફએફ) ટેકનીકથી વાહનના ફાસ્ટેગથી ટોલ ટેકસ કપાઈ જશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજમાર્ગો પર વાહનચાલક રોકાયા વિના ટોલ ટેકસનું પેમેન્ટ કરી શકશે. એમએલએફએફ ટેકનીક ટોલ પ્લાઝા પર લાગતો જાય. ટોલ કર્મીઓ સાથે ઝઘડા વગેરે ઝંઝટને ખતમ કરી દેશે.
વિધ્ન વિના યાત્રી જલદી પોતાના નિશ્ચિત સ્થાને પહોંચી જશે અને ટ્રાફીક જામથી દર વર્ષે 12 હજાર કરોડથી 15 હજાર કરોડ રૂપિયાના ઈંધણની બરબાદી રોકાશે. તેમણે જણાવ્યું હતું કે 10થી વધુ રાજમાર્ગો પર ઉકત ટેકનીક લગાવવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે અને બાકીની પ્રક્રિયા ચાલી રહી છે. ડિસેમ્બર 2026 સુધીમાં યોજના પુરી કરવામાં આવશે.

