Morbi તા 21
મોરબી વાંકાનેર નેશનલ હાઈવે ઉપર સરાણીયાના ઝૂંપડામાં થી 450 બોટલો દારૂ તથા 96 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 1,95,580 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો જો કે, આરોપી હાજર ન હોય બી ડિવિઝનમાં ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કરેલ છે.
વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આવેલ રીઝલ્ટા હોટલની બાજુમાં સરાણીયાના ઝૂંપડામાં દારૂનો એલસીબીની ટીમ દ્વારાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ 450 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 1,74,460 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 96 બિયરના ટીન જેની કિંમત 21,120 આમ કુલ મળીને 1,95,580 ની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો.
ત્યારે આરોપી હાજર ન હોય બી ડિવિઝન ખાતે સતીશ ઉર્ફે રઘુ તેજાભાઈ સરાણીયા સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે. આ ઉપરાંત મોરબીના રોહીદાસ પરા શેરી નં-3 માંથી દારૂની 3 બોટલ 240 રૂપિયાની કિંમત કબજે કરીને પોલીસે આરોપી જયેશભાઈ દિનેશભાઈ સાગઠીયા (24) ધરપકડ કરી છે.વાંકાનેર શહેરમાં પચ્ચીસ વારીયા પાસે ટેલીફોન એક્સચેન્જ નજીક એકટીવા નંબર જીજે 36 એચ 6299 લઈને પસાર થયેલા શખ્સ પાસેથી દારૂની નાની 13 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 3900 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 30,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ 33,900 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપી સમીર શાંતિલાલ બજાણીયા (35) રહે. કુંભારપરા શેરી નં-2 ધરપકડ કરી હતી તેની પૂછપરછ દરમિયાન દારૂની બોટલ તેણે મેહુલ ઉર્ફે બોબી વિરેનચંદ્ર મારુ રહે. શાક માર્કેટની પાછળ નગરપાલિકાની સામે વાંકાનેર પાસેથી મેળવી હોવાનું સામે આવતા બંને સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

