Veraval તા.1
વેરાવળમાં આજથી સાતેક વર્ષ પહેલા ખુનની કોશીષ ના ગુનાની તપાસ કરી કોર્ટમાં મજબૂત પુરાવા રજુ કરતા બે આરોપીઓને દસ વર્ષ કેદની સજાનો હુકમ કરેલ છે.
આ કેસની પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ દ્વારા જિલ્લામાં બનતા ખુન, ખુનની કોશીશ, મારામારીના ગંભીર ગુનામાં તટષ્ઠ તપાસ કરી કોર્ટમાં સચોટ પુરાવા આપવા તેમજ જરૂરી પંચ તથા સાહેદોને કોર્ટમાં હાજર રખાવી આરોપીઓને સજા થાય તે અંગે જરૂરી સુચના કરેલ આપેલ હોય.
જે અનુસંધાને સીટી પો.ઇન્સ. જે.એન.ગઢવી ની રાહબરી હેઠળ ગત તા.24/08/2019 ના આઇ.પી.સી. કલમ-307, 324, 323, 504, 506(2), 114 તથા જી.પી.એકટ કલમ-135 મુજબનો ગુનો નોંધાયેલ હતો. આ ગુન્હાના આરોપી એ દારૂ લાવી આપવાનું કહેતા ફરીયાદી એ ના પાડતા તેનું મનદુખ રાખી આરોપીઓ 1, 2, 3, 4 એ હાથમા તલવાર છરી તથા લોખડનો પંચ તથા લાકડાના ધોકા જેવા હથિયારો ધારણ કરી ફરિયાદ તથા સાહેદ ને મારી નાંખવાના ઇરાદે શરીરે આડેધડ છરીના ઘા મારી ગંભીર ઇજાઓ કરી તથા તલવાર થી માથામાં ઇજા કરેલ અને ઢીકાપાટુનો મુઢ માર મારી મારી નાખવાની ધમકી આપી ગાળો કાઢી એક બીજા ની મદદગારી કરી હથિયાર બંધી જાહેરનામા નો ભંગ કરી ગુન્હો કરેલ હતો.
આ બનાવમાં જે તે સમયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન.મોઢવાડીયા સહિતનો સ્ટાફ દ્વારા તપાસ કરી ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ગણતરીના સમયમાં પકડી કોર્ટમાં ચાર્જશીટ કમીટ કરતા આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળા દ્વારા દલીલ માન્ય રાખી જજ શ્રી દ્વારા આરોપી (1) પ્રકાશ ઉર્ફે પકો વજુભાઇ ચાવડા રહે.હાડીવાસ, (ર) સંજય ઉર્ફે વિક્રમ વજુભાઇ ચાવડા રહે.હાડીવાસ ને દસ વર્ષની કેદની સજાનો હુકમ જાહેર કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

