Vadodara,તા.02
૧૦.૨૦ લાખના ઇ સીગારેટના કેસમાં વોન્ટેડ બે આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
૧૦ દિવસ અગાઉ એસ.ઓ.જી.ની ટીમે દરોડો પાડીને અકોટા ટાઉનશિપના મકાનમાંથી પ્રતિબંધિત ઇ – સીગારેટના ૪૦૮ બોક્સ કિંમત રૃપિયા ૧૦.૨૦ લાખનો જથ્થો કબજે કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપી સેફાનબાબા ઉર્ફે બાબા ઇકબાલભાઇ મેમણ (રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી, આજવારોડ) તથા અવેશ રફીકભાઇ પટેલ (રહે. અકોટા ગામ) ને પોલીસે ઝડપી પાડયા છે. આરોપી સેફાનબાબા સામે અગાઉ પણ એસ.ઓ.જી.એ પ્રતિબંધિત સીગારેટનો કેસ કર્યો હતો. તે સમયે પોલીસે ૪૮૭ બોક્સ કિંમત રૃપિયા ૧૦.૪૨ લાખના કબજે કર્યા હતા.

