Porbandar તા.20
પોરબંદરના બરડા ડુંગર માંથી વધુ દેશી દારૂની બે ભઠ્ઠી ઝડપાઈ છે જેમાં પોલીસ એ ફુલઝર નેસ વિસ્તારમાંથી દેશીદારૂ ની બે ભઠ્ઠી ઝડપી લઇ અને બે શખ્સો સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પોરબંદર જીલ્લા પોલીસ ની ખાસ ડ્રાઈવ દરમિયાન બરડા ડુંગર માં રેઇડ કરતા ફુલઝર નેસ નજીક પાણી ની જાર માં કાના જેસા મોરી ની દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી જ્યારે ફુલઝર નેસ થી એક કિલોમીટર દૂર ભીખા માંદા મોરી ની દેશી દારૂ ની બીજી ભઠ્ઠી પણ મળી આવી હતી.
ત્યારે પોલીસે આ બંને શખ્સો વિરુદ્ધ પ્રોહીબિશન નો ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ બંને ભઠ્ઠી ઓ પરથી 2600 લીટર જેટલો દેશીદારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો જેનો પોલીસે નાશ કર્યો હતો આ ભઠ્ઠી ના બંને આરોપી પોલીસ ને હાથ ન લાગતા પોલીસે તેમની શોધખોળ શરુ કરી છે.

