Junagadh,તા.6
વિસાવદર પંથકના એક શખ્સે ઈન્સ્ટાગ્રામ અને પોનથી કોન્ટેકટ કરી સગીરા સાથે પ્રેમ સબંધ બાંધી લગ્નનું દબાણ કરી બળજબરી પૂર્વક સુરત લઈ જવાના બનાવમાં ભેંસાણ પોલીસે ત્રણ સામે ફરીયાદ નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
વિસાવદરના ઢેબર ગામે રહેતા અર્ષિત વઘાસીયાએ ભેંસાણ પંથકની સગીરાનો ઈન્સ્ટાગ્રામ ફોનની મદદથી ફોસલાવી પ્રેમ સબંધ બાંધી બદકામ કરવાના ઈરાદે અર્ષિત અને ચણાકાનો પરેશ શંભુ રાદડીયાએ લગ્ન કરવા સગીરા ઉપર દબાણ કરી, તેના ભાઈનું અપહરણ કરવાની અને તેણીની સગાઈ કયાંય નહીં થવા દેવાની ધમકી આપી હતી. તેમના ઘરેથી સુરત અર્ષિત વઘાસીયા પાસે જવા મજબુર કરી હતી.
બન્ને શખ્સોએ સગીરાનું અપહરણ કરાવડાવી તેમજ જેતપુરના થાણાગલોલના મીત ઉંધાડે સગીરાને સુરત મોકલવા માટે ખાનગી બસમાં વ્યવસ્થા કરી આપી હતી. આ પ્રકરણમાં ભેસાણ પોલીસે ત્રણેય સામે ગુન્હો નોંધી ત્રણ આરોપીઓમાંથી અર્ષિત વઘાસીયા પરેશ રાદડીયાની અટક કરી લીધી છે. જયારે મીત ઉધાડની શોધખોળ શરૂ કરી છે.
પોરબંદર જીલ્લાના માધવપુર ઘેડ ગામે છેલ્લા ઘણા સમયથી ગેસની અછત સર્જાતા અનેક પરિવારો નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રેશનકાર્ડ ધારકોને કેરોસીનનું વિતરણ કરવા માંગણી ઉઠી છે.
એક તરફ ગેસની અછત બીજી તરફ લાકડા પણ ઉંચા ભાવે મળવા મુશ્કેલ થતા ગૃહિણીઓને રસોઈ બનાવવામાં મુશ્કેલી સર્જાઈ છે. ગેસની પુરી સગવડ કરવા સાથે રાશનકાર્ડ ધારકોને કેરોસીન વિતરણ કરવા માંગણી ઉઠી છે.

