(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૫
અમરેલી જિલ્લામાં અલગ અલગ બે બનાવમાં બે યુવકોના અલગ અલગ કારણોસર મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા જે તે સ્થાનિક પોલીસે બનાવ અંગે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
પ્રથમ બનાવમાં ધારી ગામે આવેલ ચોરાપા શેરીમાં રહેતા રાજદીપ રામભાઇ સોલંકી નામના ૩૨ વર્ષીય યુવકે ગત ૨૨ ના સવારના દસેક વાગ્યા પછી કોઇપણ સમયે પોતાના રહેણણાંક મકાને કોઇપણ અગમ્ય કારણોસર ઘંઉમાં નાખવાના ઝેરી પાઉડર પી જતા તેમને ગંભીર હાલતમાં અમરેલી સિવિલ હોસ્પિટમાં ખસેડાયેલ જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે બનાવ અંગે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
જયારે બીજા બનાવમાં મુળ બંગાળના વતની અને હાલ સાવરકુંડલા મહુવા રોડ ફાટક પાસે રહેતા બીકાસ જીતેનભાઇ રોય નામના ૨૨ વર્ષીય યુવક ગત તા.૨૧ ના રોજ રાત્રીના દસેક વાગ્યાની આસપાસ સાવરકુંડલા મુકામે મહુવા રોડ રેલ્વે ફાટક પર ઓવરબ્રિજ પાસે ઓવર બ્રિજનું કામ શરૂ હોય તેઓ નીચે કામ કરતા હોય ત્યારે અકસ્માતે તેમને માથાના ભાગે લોખંડની પ્લેટ વાગી જતા તેમને ગંભીર ઇજા થવાથી સારવારમાં હોસ્પિટમાં ખસેડાયેલ જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે બનાવ અંગે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

