Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]

    October 8, 2026

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]
    • ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara
    • TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા
    • કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud
    • L. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત
    • પાકિસ્તાનના PM શરીફે ઇમરાન ખાનની પાર્ટીને વાટાઘાટોનું આમંત્રણ આપ્યુ
    • Karjan તાલુકાના કણભા ગામે કપિરાજનો આતંક
    • સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ૯.૯૦ લાખ રૂપિયાની છેતરપિંડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: આ વર્ષે લોકમેળાનું નામ ‘વિરાસતથી વિકાસ – ૨૦૨૬’
    રાજકોટ

    Rajkot: આ વર્ષે લોકમેળાનું નામ ‘વિરાસતથી વિકાસ – ૨૦૨૬’

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2026Updated:September 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઐતિહાસિક વિરાસતને જાળવીને વિકાસની નવી ઊંચાઈઓ તરફ આગળ વધવાનો દ્રઢ સંકલ્પ

    Rajkot તા. ૨૫

    સૌરાષ્ટ્રનું હૃદય એટલે રાજકોટ! અને રાજકોટની ઓળખ એટલે સાતમ-આઠમનો લોકમેળો. રંગીલા રાજકોટવાસીઓ માટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સામાન્ય તહેવાર નથી, પણ કાનુડાના જન્મને વધાવવાનો લોકમહોત્સવ છે. જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં વર્ષોથી યોજાતો લોકમેળો આપણી ભાતીગળ લોકસંસ્કૃતિ, મોજ-મસ્તી અને આસ્થાનું પ્રતીક છે.

    આ લોકમેળાની સૌથી મોટી વિશેષતા એ છે કે જનતા સ્વયં આ મેળાનું નામ પાડે છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના સહયોગથી લોકમેળાનું નામ રાજકોટ જિલ્લાની જનતા પાસેથી મંગાવવામાં આવે છે. લોકો પોતાની કલ્પના અને સંસ્કૃતિને જોડીને ઉત્સાહભેર નામો મોકલે છે. માહિતી કચેરી પાસે આવેલા નામોમાંથી લોકમેળા સમિતિએ  પસંદ કરેલું એક નામ લોકમેળાની ઓળખ બનીને લોકમુખે ગુંજાવા લાગે છે.

    આ નામકરણની પરંપરાને આગળ ધપાવતાં વર્ષ ૨૦૨૬માં લોકમેળાનું નામ ’વિરાસતથી વિકાસ – ૨૦૨૬’ રાખવામાં આવ્યું છે. આ નામ આપણી સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસતને જાળવીને આધુનિકતા તથા વિકાસની નવી ઊંચાઈઓ તરફ આગળ વધવાનો દ્રઢ સંકલ્પ દર્શાવે છે. ત્યારે આ લોકમેળો નાગરિકોમાં પોતાની સાંસ્કૃતિક ઓળખ પ્રત્યે ગૌરવની ભાવના ઉજાગર કરશે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાની પ્રેરણા પૂરી પાડશે. તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવતા લાખો સહેલાણીઓ માટે આ મેળો આપણી પ્રાચીન પરંપરા અને આધુનિક પ્રગતિના સુંદર સમન્વયનું જીવંત ઉદાહરણ બની રહેશે.

    વર્ષોની યાદોના પટારામાં ડોકિયું કરીએ તો, મેળાના નામોમાં સમયનો બદલાતો મિજાજ જોવા મળે છે. વર્ષ ૨૦૧૨માં ’સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી લોકમેળો’ યોજીને યુવા ઊર્જાનો સંદેશ અપાયો હતો, તો ૨૦૧૩માં આપણી સંસ્કૃતિની ઓળખ આપતો ’સાંસ્કૃતિક લોકમેળો’ યોજાયો. ૨૦૧૪માં રાજકોટિયનની મોજ મસ્તી દર્શાવતો ’જમાવટ લોકમેળો’ અને ૨૦૧૫માં કાનુડાની બાળલીલાઓની યાદ અપાવતો ’ગોરસ લોકમેળો’ યોજાયો હતો. એ પછી ૨૦૧૬માં ’મારો રંગીલો મેળો’ અને ૨૦૧૭માં ’વાઈબ્રન્ટ લોકમેળો’ તથા ૨૦૧૮માં ’ગોરસ લોકમેળો’ અને ૨૦૧૯માં ’મલ્હાર લોકમેળા’ની રમઝટ જામી હતી.

    ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૧માં કોરોનાના કારણે મેળો યોજાયો ન હતો. ત્યારબાદ ૨૦૨૨માં દેશભક્તિના રંગે રંગાયેલો ’આઝાદી કા અમૃત લોકમેળો’ યોજાયો. તે પછી ૨૦૨૩માં આનંદ-ઉલ્લાસથી ભરપૂર ’રસરંગ લોકમેળો’ તથા ૨૦૨૪માં આપણી સનાતન સંસ્કૃતિનું ગૌરવગાન કરતો ’ધરોહર લોકમેળો’ યોજાયો હતો. ગત વર્ષે સિંદૂર ઓપરેશન દરમિયાન આપણા દેશના જવાનોની વીરતાને સન્માનિત કરવા ’શૌર્યનું સિંદૂર લોકમેળો’ નામ રાખવામાં આવ્યું હતું.

    આમ, લોકમેળાના આ વિવિધ નામો રાજકોટની જીવંતતા અને સંસ્કૃતિના સાક્ષી બન્યા છે. આ તમામ નામોએ રાજકોટવાસીઓ અને મેળામાં આવતા મુલાકાતીઓના હૃદયમાં અનોખી છાપ છોડી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્રવાસીઓ તા. ૦૨ સપ્ટેમ્બરથી ૦૬ સપ્ટેમ્બર સુધી યોજાનારા લોકમેળાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે વર્ષો બદલાય, નામ બદલાય, પણ રાજકોટવાસીઓનો મેળો માણવાનો ભાવ અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મને ઉજવવાનો હરખ ક્યારેય નથી બદલાતો!

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli જિલ્લામાં અલગ-અલગ બે બનાવમાં બે યુવકોના મોત
    Next Article Suratના માંડવીના ગોદાવાડીમાં યુવતીની ચાર્જિંગના કેબલથી ગળું દબાવી હત્યા, લાખોની લૂંટ કરી આરોપીઓ ફરાર
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ડો. કમલ ડોડીયા

    October 7, 2026
    રાજકોટ

    Rajkot: બિમારીથી કંટાળી યુવકે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત

    October 7, 2026
    રાજકોટ

    Rajkot યાર્ડની પેઢીના ૪૫ લાખ લઈ ફરાર થયેલા કર્મચારીને કોર્ટનો ઝટકો

    October 7, 2026
    રાજકોટ

    Rajkot: મોતિયાના ઓપરેશનમાં આંશિક ક્લેમ મંજૂર કરનાર વીમા કંપનીની તરફેણમાં ગ્રાહક આયોગનો ચુકાદો

    October 7, 2026
    રાજકોટ

    Rajkotના ગ્રીનલેન્ડ ચોકડી પાસે વોન્ટેડ બુટલેગર સાગર પરમાર ઝડપાયો

    October 7, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝનમાં RPFની કાર્યવાહી, સપ્ટેમ્બરમાં ૩૦ મુસાફરોને ૭.૭૦ લાખનો સામાન પરત કર્યો

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,490
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,030
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹215,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-10-2026 07:35
    Categories
    Latest News

    Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]

    October 8, 2026

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026

    કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud

    October 8, 2026

    L. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત

    October 8, 2026

    પાકિસ્તાનના PM શરીફે ઇમરાન ખાનની પાર્ટીને વાટાઘાટોનું આમંત્રણ આપ્યુ

    October 8, 2026
    Search
    Main News

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    NASAના Hubble Space Telescopeએ ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]

    October 8, 2026

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.