Morbi,તા.02
વાંકાનેરના મચ્છુ ૧ ડેમના પાણીમાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામની સીમમાં મચ્છુ ૧ ડેમના પાણીમાં ડૂબી જતા અજાણ્યા આશરે ૩૦ થી ૪૦ વર્ષના પુરુષનું મોત થયું હતું બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે