Gandhinagar, તા. ર4
ગુજરાતમાં લાંબા સમયથી ચર્ચામાં રહેલા ઐતિહાસિક સમાન નાગરિક સંહિતા (યુસીસી) ખરડો આજે વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રજુ કર્યો હતો અને આગામી સમયમાં આ ખરડો કાનુન બનતા જ રાજયમાં તમામ ધર્મ માટે સમાન લગ્ન, વારસા, છુટાછેડાના એક જ કાનુન અમલી બની જશે અને ખાસ કરીને સમાન નાગરિક સંહિતાથી રાજયમાં મહિલાઓને અધિકાર માટે એક નવા યુગનો પ્રારંભ થશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે આ માહિતી જણાવ્યું કે ગુજરાતના ઇતિહાસમાં આજનો દિવસ સોનેરી અક્ષરમાં લખાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર રાજયની તમામ બહેન, માતાઓ તથા દિકરીઓ માટે એકસમાન કાનુન લાગુ કરવા જઇ રહી છે.
સંઘવીએ જણાવ્યું કે 1947માં આપણને આઝાદી મળ્યા બાદ જે રીતે અલગ અલગ ધર્મમાં અલગ અલગ જોગવાઇઓ ખાસ કરીને મહિલાઓ માટે જે અન્યાયભરી સ્થિતિ બની હતી તેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા એક પહેલથી સમાન નાગરિક સંહિતા લાગુ કરવા રાજયોને જે જણાવાયું છે .
તેમાં ગુજરાત એ અગ્રેસર બનશે. સંઘવીએ જણાવ્યું કે આ કાનુનના અમલ બાદ બહેનો, માતાઓ અને દિકરીઓ આ શાસનને આશિર્વાદ આપશે. આજે વિધાનસભામાં આ ખરડો રજુ થયા બાદ છ કલાક સુધી તેના પર ચર્ચા થશે અને ચર્ચાનો જવાબ મુખ્યમંત્રી ખુદ આપે તેવા સંકેત છે. ખરડો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી રજુ કરશે અને વિપક્ષને રજુઆતની પૂરી તક અપાશે.

