New Delhi, તા.12
લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ બજેટ સત્ર દરમિયાન એપસ્ટીન ફાઇલ્સનો ઉલ્લેખ કર્યો, ત્યારબાદ દેશનો રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. તેને લઈને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે યુવા નેતા (રાહુલ ગાંધી) ને ખ્યાલ હોવો જોઈએ કે એપસ્ટીન ફાઇલ્સ ખોટા કામો અને ગુનાહિત મામલાથી સંબંધિત છે.
તેમણે કહ્યું, ‘એપસ્ટીન ફાઇલ્સમાં આરોપ છે કે તેની પાસે એક દ્વીપ હતો જ્યાં તે લોકોને તેની યૌન કલ્પનાઓ પૂરી કરવા માટે લઈ જતો હતો, તેના પર બાળ યૌન શોષણના આરોપ છે, તેના પીડિત છે. તે પીડિતોએ અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. મારી વાતચીતને તેની સાથે કોઈ લેવાદેવા નથી.’
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સ્પષ્ટ કર્યુ કે તેમણે જેફરી એપસ્ટીન સાથે મુલાકાત કરી હતી, પરંતુ આ મુલાકાત આંતરરાષ્ટ્રીય પીસ ઈન્સ્ટીટ્યુટના એક પ્રતિનિધિમંડળમાં સામેલ રહેતા થઈ હતી.
તેમણે કહ્યું- વર્ષ 2009મા જ્યારે હું અમેરિકામાં રાજદૂત હતો ત્યારે મુલાકાત થઈ. બધા સત્ય જાહેરમાં ઉપલબ્ધ છે. જાહેર રૂપથી આશરે 3 મિલિયન ઈમેલ છે. 8 વર્ષ બાદ હું કેન્દ્રીય મંત્રી બન્યો. આ દરમિયાન 3-4 મુલાકાતનો ઉલ્લેખ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એપસ્ટીન સાથે તેમની મુલાકાત માત્ર આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ હેઠળ થઈ હતી.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું- એક બિઝનેસમેન છે, તેનું નામ અનિલ અંબાણી છે તેને જેલ કેમ ન થઈ? આવું એટલા માટે થયું કારણ કે તેનું નામ એપસ્ટીન ફાઇલ્સમાં છે. હું હરદીપ પુરીને પૂછવા ઈચ્છું છું. અનિલ અંબાણીની એપસ્ટીન સાથે કોણે મુલાકાત કરાવી હતી.
હરદીપ પુરી પણ જાણે છે કે તેની મુલાકાત કોણે કરાવી હતી. ગૃહની બહાર રાહુલ ગાંધીએ કહ્યુ- અમેરિકાના ન્યાય વિભાગ પાસે એપસ્ટીન ફાઇલો છે, જેમાં હરદીપ પુરી અને અનિલ અંબાણીનું નામ છે.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ- રાહુલ ગાંધીને ખોટા આરોપ લગાવવાની આદત છે. નવેમ્બર 2014મા હું એક સામાન્ય નાગરિક હતો. એપસ્ટીનના સંપર્કના એક વ્યક્તિએ અમારી મુલાકાત લિંક્ડઇનના સંસ્થાપક રીડ હોફમેનથી અમેરિકાના વેસ્ટ કોસ્ટમાં કરાવી હતી. કોઈએ કહ્યું કે તે ભારતને જોવા ઈચ્છે છે. મેં મારા ઈમેલમાં કહ્યું કે આજે ભારત એક શાનદાર અવસર પ્રસ્તુત કરે ચે અને રીડ હોફમેને ભારતમાં થતાં પરિવર્તનોને જોવા જોઈએ.

