Surendranagar,તા.20
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉમેદવારો પોતાના વિસ્તારમાં પ્રચાર માટે વિવિધ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. આ દરમિયાન, વોર્ડ નંબર 13ના ઉમેદવારોએ મતદારોને આકર્ષવા માટે એક અનોખી પ્રચાર પદ્ધતિ અપનાવી છે.
આ ઉમેદવારોએ એક મોટર કારને કેસરિયા રંગથી રંગી છે. આ કાર પર ચાર ઉમેદવારો – કુસુમબેન ઉદયભાઈ સોલંકી, રૈયાબેન વિજયભાઈ કટોડિયા, ઈશ્વરભાઈ લખમણભાઈ ખાંદલા અને પ્રવીણભાઈ પરાગભાઈ પરમાર – ના ફોટા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, સ્થાનિક ધારાસભ્ય, પક્ષના જિલ્લા પ્રમુખ અને પક્ષનું ચિહ્ન પણ કાર પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

