Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Madhya Pradeshના ઉમરિયામાં માર્ગ અકસ્માતઃ એક માસૂમ બાળક સહિત ૪ લોકોના મોત

    July 9, 2026

    Sutrapada પોલીસે ગાગેથા ફાટક પાસે વિદેશી દારૂ બિયરના જથ્થ સાથે બે ને ઝડપ્યા

    July 9, 2026

    Virpur પીઠડીયા ગામ પાસે હાઈવે પર ગ્રામ્ય એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Madhya Pradeshના ઉમરિયામાં માર્ગ અકસ્માતઃ એક માસૂમ બાળક સહિત ૪ લોકોના મોત
    • Sutrapada પોલીસે ગાગેથા ફાટક પાસે વિદેશી દારૂ બિયરના જથ્થ સાથે બે ને ઝડપ્યા
    • Virpur પીઠડીયા ગામ પાસે હાઈવે પર ગ્રામ્ય એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત
    • Rajkot કાથરોટા ગામે કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત
    • Rajkot પાંચ ચોરીના રીક્ષા સાથે પકડાયેલ શખ્સે વધુ એક રીક્ષા ચોરી કર્યાની કબૂલ્યું
    • Rajkot માથાભારે રવિ ઉર્ફે ભગત ચાવડીયા પાસાના પિંજરે પુરાયો
    • Rajkot રૂ.૨૨.૫૦ લાખ ઓળવી જવામાં બિલ્ડરને એક વર્ષની સજા
    • New Delhi-એનસીઆરમાં વરસાદે તબાહી મચાવી, રેડ એલર્ટ જારી કરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»મહિલા વિશેષ»નોખી-અનોખી ધોતી
    મહિલા વિશેષ

    નોખી-અનોખી ધોતી

    Vikram RavalBy Vikram RavalFebruary 4, 2025Updated:February 4, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઠંડીની ઋતુમાં સહેલગાહે જવાની જેટલી મોજ પડે એટલી જ મઝા વિવિધ પ્રકારના અન્ય આયોજનોમાં પણ આવે. ચાહે તે વિવાહ અને તેને લગતાં કાર્યક્રમો હોય, પૂજા હોય કે પછી ઈવનિંગ પાર્ટી. આવામાં જો તમને વારંવાર કોઈને કોઈ ઈવેન્ટમાં જવાનું થાય તો ‘પહેરવું શું?’ યક્ષ પ્રશ્ન બની રહે. ખાસ કરીને પુરૂષો માટે. મહિલાઓને તો એક કહેતાં સો વિકલ્પો આસાનીથી ઉપલબ્ધ થઈ જાય. પરંતુ પુરૂષો માટે કુરતો-પાયજામો, ચુડીદાર-કુરતો, બ્લેઝર, સુટ, ટકસેડો જેવા ગણતરીના વિકલ્પો જ હોવાના. આવી સ્થિતિમાં જો તમે કાંઈક અલગ કરવા માગતા હો, નોખા તરી આવવા ઇચ્છતા હો તો ધોતી પર પસંદગી  ઉતારો. ધોતીનું નામ સાંભળીને તમને કદાચ તમારા દાદા સાંભરી આવશે. અને તમે તે મિનિટે જ ધોતી પહેરવાનો ઈન્કાર કરી દેશો. પરંતુ જરૂરી નથી કે તમે તમારા દાદા-નાના પહેરતાં હતાં એવી જ ધોતી પહેરો. તમે ચાહો તો મલ્ટીકલર પ્રીસ્ટિચ્ડ, પરંપરાગત, આધુનિક તેમ જ પૂર્વ-પશ્ચિમના સમન્વય સમી ધોતી પણ પહેરી શકો. ફેશન ડિઝાઈનરો તેના વિશે જાણકારી આપતાં કહે છે..,

    જો તમે ધોતીમાં ફ્યુઝન લુક ઇચ્છતા હો તો બ્લેઝર અને બૂટ સાથે ધોતી પહેરો. અલબત્ત, આ ધોતી પરંપરાગત નહીં, બલ્કે આધુનિક પેટર્નમાં ડિઝાઈન કરેલી હોવી જોઈએ. તે મલ્ટીકલર્ડ પ્રીસ્ટિચ્ડ હશે તો વધારે જચશે. તમે ચાહો તો બ્લેઝર પર એ મટિરિયલમાંથી જ બનાવેલું બેલ્ટ પણ પહેરી શકો. શરત માત્ર એટલી કે તમારું પેટ સપાટ હોવું જોઈએ.

    જે લોકોને ધોતિયું પહેરવાની ફાવટ ન હોય તેમને માટે પ્રીસ્ટિચ્ડ ધોતી અચ્છો વિકલ્પ ગણાય. અગાઉથી સીવેલી ધોતી પહેરવા માટે તમને કોઈની મદદની જરૂર પણ નહીં પડે તેમ છતાં તમે ધોતિયું પહેરવાનો આનંદ ણ લઈ શકશો. લગ્ન સમારોહ કે પૂજા જેવા પ્રસંગે આવા પ્રકારના ધોતિયાં ખૂબ જચે છે.

    જેમને હટકે ફેશન કરવામાં સંકોચ ન થતો હોય તે સાડીને ધોતિયા તરીકે પહેરી શકે. સરસ મઝાની વૈભવી સાડી ધોતીની જેમ પહેરવાથી તમે પણ વૈભવશાળી દેખાશો. તમે ચાહો તો સિલ્કની સાડીની ધોતી પહેરો કે અન્ય કોઈ ફેબ્રિકની. અલબત્ત, જ્યારે તમે ભારે સાડીને ધોતિયા તરીકે પહેરો ત્યારે તમારો કુરતો સિમ્પલ રાખો. પરંતુ જો તમારો ઝભ્ભો ભારે હોય તો ધોતિયું સિમ્પલ રાખો. હા, તેમાં ગોલ્ડન બોર્ડર હશે તો ચાલશે.

    તાજેતરમાં અભિનેતા સૈફ અલી ખાન ગોલ્ડન કલરની મયૂરપૂચ્છ પેટર્નની બંગાળી ધોતી અને મરૂન કલરના ઊભી બોર્ડર લગાવેલા કુરતામાં જોવા મળ્યો હતો. તેની ધોતીની પેટર્ન બિલકુલ એવી લાગતી હતી જાણે મોર તેના પંખ ફેલાવી રહ્યું છે. સમૃધ્ધ દેખાવ માટે આવું ધોતિયું પરફેક્ટ ચોઈસ ગણાય.

    ધોતી-કુરતા સાથે સરસ મઝાની એક્સેસરી તમને વધુ પ્રભાવશાળી-વૈભવશાળી લુક આપે છે. જેમ કે કુરતા અથવા બ્લેઝર પર કમરપટ્ટો, કોલ્હાપુરી ચંપલ અથવા મોજડી. જો કુરતો બંધ ગળાનો હોય તો તેના ઉપર હીરાજડિત પેન્ડન્ટ સાથેનું ચેન પહેરી શકાય. તદુપરાંત કફલિંક્સ, બ્રોચ, પોકેટ સ્કવેયર, સ્ટોલ અથવા શાલ જેવી એક્સેસરી તમને પ્રભાવી દેખાવ આપે છે.

    Unique Dhoti
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મહિલા વિશેષ

    Skin Care Tips: દરેક ઉંમરે સ્કિનની કેર કરવી જરૂરી હોય છે

    May 30, 2025
    રાષ્ટ્રીય

    કોઈપણ સંસ્થા મહિલાને તેના Maternity Leaveના અધિકારથી વંચિત ન કરી શકે: Supreme Court

    May 23, 2025
    લાઈફ સ્ટાઇલ

    સરસવના તેલ ચહેરા પર લગાવવાથી ઘણા ફાયદા થાય છે

    May 23, 2025
    મહિલા વિશેષ

    ભારતની નારીશક્તિ વ્યોમિકા સિંહ

    May 9, 2025
    લાઈફ સ્ટાઇલ

    ઉનાળામાં Glowing Skin માટે એલોવેરાનો ઉપયોગ કરીને ડેડ સ્કિન પણ થશે દૂર

    April 24, 2025
    હેલ્થ

    ચહેરા પર પણ લગાવી શકાય છે Gond Katira

    April 21, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Madhya Pradeshના ઉમરિયામાં માર્ગ અકસ્માતઃ એક માસૂમ બાળક સહિત ૪ લોકોના મોત

    July 9, 2026

    Sutrapada પોલીસે ગાગેથા ફાટક પાસે વિદેશી દારૂ બિયરના જથ્થ સાથે બે ને ઝડપ્યા

    July 9, 2026

    Virpur પીઠડીયા ગામ પાસે હાઈવે પર ગ્રામ્ય એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત

    July 9, 2026

    Rajkot કાથરોટા ગામે કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત

    July 9, 2026

    Rajkot પાંચ ચોરીના રીક્ષા સાથે પકડાયેલ શખ્સે વધુ એક રીક્ષા ચોરી કર્યાની કબૂલ્યું

    July 9, 2026

    Rajkot માથાભારે રવિ ઉર્ફે ભગત ચાવડીયા પાસાના પિંજરે પુરાયો

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Madhya Pradeshના ઉમરિયામાં માર્ગ અકસ્માતઃ એક માસૂમ બાળક સહિત ૪ લોકોના મોત

    July 9, 2026

    Sutrapada પોલીસે ગાગેથા ફાટક પાસે વિદેશી દારૂ બિયરના જથ્થ સાથે બે ને ઝડપ્યા

    July 9, 2026

    Virpur પીઠડીયા ગામ પાસે હાઈવે પર ગ્રામ્ય એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.