Porbandar,તા.20
પોરબંદર સહિત રાજ્યના 25 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતા એ કરી છે ત્યારે પોરબંદર શહેરમાં આજે બપોર બાદ કેટલાક સ્થળો પર ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
પોરબંદર સહિત ગુજરાતના 25 જેટલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પાક નુકસાનીથી બચવા માટે ખાસ તકેદારીના પગલાં લેવા સંદેશ આપવામાં આવ્યો હતો.
તો આગાહી મુજબ આજે બપોર બાદ જીલ્લાના અનેક ગામો માં ભારે પવન સાથે ધીમીધારે વરસાદ પડ્યો હતો જો કે પોરબંદર શહેરમાં મોડી સાંજ સુધી વરસાદ પડ્યો ન હતો પરંતુ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદી વાતાવરણ બંધાયું હતું
દરિયા કાંઠા ના સ્થળો પર ભારે પવન પણ ફૂંકાયો હતો શહેરમાં વરસાદી માહોલ સર્જાતા ચોપાટી ખાતે લોકો ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ની મજા માણતા નજરે ચડ્યા હતા જો કે ભારે પવન ના કારણે વધુ સમય સુધી ચોપાટી પર રહેવું પણ લોકો માટે મુસ્કેલ બનતું હતું.
કુતિયાણા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો તો કોટડા, માલ, ઈશ્વરીયા અને મોહબતપરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો.
આ વરસાદના અને સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો અચાનક વાતાવરણમાં પલટો આવતા અને હળવો વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા નો મોજુ ફરી વળ્યું છે કારણ કે એક તરફ વિવિધ પાકોનો લાણી તૈયાર થઈ ગઈ છે ત્યારે આ વરસાદી માહોલના કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે
તો પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં બપોર બાદ આકાશમાં ઘટાટોપ વાદળા સાથે મેઘ ગર્જના જોવા મળી હતી તો ભારે પવન સાથે ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો હાલ શિયાળુ પાક 70 ટકા સમેટાઈ ગયો છે જો કે તો પણ કેટલીક જગ્યા પર પાક સમેટવા નો બાકી છે તેવા સમયે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.
રાણાવાવ પંથકમાં પણ અચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો અને બપોર બાદ ભારે પવન ફૂંકાયો હતો સાથે ધૂળ ની ડમરી ઊડવા લાગી હતી બાદ માં ધીમીધારે વરસાદ પડ્યો હતો આ વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

