Surendaranagar,તા.1
ધ્રાંગધ્રા પંથકમાં બુધવારે મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દિવસભર સામાન્ય વાતાવરણ રહ્યા બાદ સાંજે વાદળછાયું બન્યું અને ત્યારબાદ અણધાર્યો વરસાદ શરૂ થયો હતો.
ભર શિયાળામાં પડેલા આ કમોસમી વરસાદને કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. ધ્રાંગધ્રા શહેરના બજાર વિસ્તારમાં ખરીદી કરવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. દુકાનદારોને પણ પોતાનો માલસામાન બચાવવા દોડધામ કરવી પડી હતી, જ્યારે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારને કારણે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભર શિયાળે થયેલા આ વરસાદી માવઠાથી લોકોમાં આશ્ચર્ય સાથે કડક ઠંડી ફરી વળશે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે

