હોર્મુઝની ખાડીમાં 107 દિવસથી ફસાયેલા 562 ભારતીયોની હાલત કફોડી, વીડિયો જાહેર કરી મદદ માગી
14 ભારતીયો સાથે જઇ રહેલું અન્ય જહાજ ઓમાનની ખાડીમાં ડૂબ્યું, તમામ લોકોને બચાવી લેવાયાનો દાવો
માર્યા ગયેલા ભારતીય નાવિકનો મૃતદેહ હજુ પણ જહાજ પર, વહેલા ભારત લવાશે તેવો અધિકારીઓનો દાવો
અમેરિકા સીધા એન્જિન રૂમ પર મિસાઇલ છોડે છે, અમારા જહાજમાં તળીયે મોટું બાકોરું પડી ગયું છે, કોઇ મદદ નથી કરતું : નાવિકોની આજીજી
New Delhi,તા.15
હોર્મુઝ ખાડીએ છેલ્લા 107 દિવસોથી 13 ભારતીય ધ્વજવાળા જહાજો પર ૫૬૨ ભારતીયો ફસાયેલા છે. તેઓ હાલ અત્યંત ભયના માહોલમાં છે. કેમ કે તાજેતરમાં જ આ વિસ્તારમાં અમેરિકાના હુમલામાં ત્રણ ભારતીયો માર્યા ગયા હતા. શિપિંગ મંત્રાલયના જણાવ્યા મુજબ હોર્મુઝ ખાડીના પશ્ચિમ વિસ્તારમાં ૩૨૯ ભારતીય નાવિક, ઓમાનની ખાડીમાં (હોર્મુઝના પૂર્વમાં) ૨૩૩ ભારતીય નાવિકો ફસાયેલા છે. એવામાં ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે જે મુજબ હોર્મુઝ ખાડીમાં હાલ માત્ર ભારતીય નાવિકોને જ નિશાન બનાવી હુમલા કરાઇ રહ્યા હોવાનો દાવો કરાયો છે.

