New Delhi તા.2
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એશિઝ શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 4 જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. યજમાન ઓસ્ટ્રેલિયા ટીમ શ્રેણીમાં 3-1થી આગળ છે. સિડની ટેસ્ટ પહેલા, સિનિયર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઉસ્માન ખ્વાજાના નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે.
ખ્વાજા સિડની ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી શકે છે. એક અહેવાલ મુજબ, 39 વર્ષીય ખ્વાજા શુક્રવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરશે અને પોતાના ટેસ્ટ ભવિષ્ય અંગેની અફવાઓ પર પરિિસ્થતિ સ્પષ્ટ કરશે.
ખ્વાજાની પ્રેસ કોન્ફરન્સ શુક્રવારે ઓસ્ટ્રેલિયન ટીમના તાલીમ સત્ર પહેલા નક્કી કરવામાં આવી છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઈક ક્લાર્કે કહ્યું, “હું ઈચ્છું છું કે ખ્વાજા સિડની ટેસ્ટમાં સદી ફટકારે અને ખુશીથી નિવૃત્તિ લે. દરેકને આવી તક મળતી નથી.”
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્વેનીઝ (જમણે) એશિઝ શ્રેણીની અંતિમ ટેસ્ટ પહેલા ગુરુવારે કિરીબિલી હાઉસ ખાતે તેમના વાર્ષિક નવા વર્ષના સ્વાગત સમારંભમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમોના ખેલાડીઓનું સ્વાગત કર્યું.

