(કિરીટ જોટવા દ્વારા)
Vadiya તા.૨૮ઃ
સમગ્ર રાજ્યમાં વિજતંત્ર દ્વારા લગાવતા સ્માર્ટ મીટરની પરોજણ અને લોકોના વિરોધ વંટોળનો સામનો કર્મચારીઓ કરતા હોય છે ત્યારે અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના વડિયા PGVCL નીચે આવતા બાટવા દેવળી ગામના લોકોની વિચારસરણી અનોખી હોય તેવી ઘટના સામે આવતી જોવા મળી રહી છે. પ્રાપ્ત થયેલી વિગતો મુજબ વડિયા PGVCL ના ડેપ્યુટી ઈજનેર ડી ડી મારું ના માર્ગદર્શન અને બાટવા દેવળી ગામના સરપંચ યતીન નાગાણી અને ગ્રામજનોણી જાગૃતતા અને સહકારથી વડિયા કુંકાવાવ તાલુકાનું પ્રથમ બાટવા દેવળી ગામ સ્માર્ટ મીટર ધરાવતું ગામ બન્યું છે.
આ ગામમાં કુલ ૫૧૨ લાઈટ કનેકશન માં ડીઝીટલ સ્માર્ટ મીટર સ્વેચ્છા એ ગ્રાહકોની મરજીથી કોઈ વિરોધ વગર લગાવવા માં આવ્યા છે. અને ગ્રામજનો એ એક વિજચોરી અટકાવવાની પહેલને સામે થી સહકાર આપતું ગામડું બન્યું છે. આ ગામમાં PGVCL દ્વારા ૪૭૨ ઘરો, ૨૮ દુકાનો,ગ્રામપંચાયત, વોટર વર્કસ, સ્ટ્રીટલાઈટ, આંગળવાડી, સરકારી દવાખાનું, સહીત તમામ જગ્યાએ સ્માર્ટ મીટર લગાવી અનોખી જાગૃતતા અપાવતું વડિયા કુંકાવાવ તાલુકાનું પહેલું સ્માર્ટ મીટર ધરાવતું વિલેજ બન્યું છે. ત્યારે આ ગામને સ્માર્ટ મીટર વિલેજ ગામ બનાવવા માટે વડિયા PGVCLના ડેપ્યુટી ઈજનેર ડી ડી મારું, બાટવાદેવલી સરપંચ યતીન નાગાણી, વિલેજ હેલ્પર આર.એલ.બાલાપરીયા સહિતના એ જહેમત ઉઠાવી હતી. ત્યારે સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે વડિયાનું બાટવા દેવળી ગામ એક અનોખું સ્માર્ટ મીટર ધરાવતું વિલેજ બનતું જોવા મળ્યું છે.

