Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi
    • “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ
    • 05 જૂનનું પંચાંગ
    • 05 જૂનનું રાશિફળ
    • PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા
    • Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે
    • Dwarka ના શંકરાચાર્યએ આયુર્વેદીક હોસ્પિટલની લીધી મુલાકાત
    • 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara ધારાસભ્ય યોગેશ પટેલ પંચમહાભૂતમાં વિલીન, પુત્ર-પુત્રીએ અગ્નિદાહ આપ્યો, લોકોએ રડતી આંખે વિદાય આપી
    વડોદરા

    Vadodara ધારાસભ્ય યોગેશ પટેલ પંચમહાભૂતમાં વિલીન, પુત્ર-પુત્રીએ અગ્નિદાહ આપ્યો, લોકોએ રડતી આંખે વિદાય આપી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.૪

    Vadodaraના માંજલપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનું ગત મંગળવાર, ૨ જૂનના રોજ નિધન થયું હતું. તેમના નિધનના સમાચાર સામે આવતા જ સમગ્ર વડોદરા શહેર સહિત રાજકીય વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આજે એટલે કે ૪ જૂન, ૨૦૨૬ ગુરૂવારના રોજ સવારે કારેલીબાગ સ્થિત ‘અમદાવાદી પોળ’ ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા શરૂ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો, સમર્થકો અને સામાન્ય નાગરિકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા.

    સ્વ. યોગેશ પટેલની અંતિમ યાત્રા અંદાજે ૨.૪ કિલોમીટર સુધી શહેરના વિવિધ માર્ગોથી પસાર થઈ ખાસવાડી સ્મશાન સુધી પહોંચી હતી. અંતિમ યાત્રા દરમિયાન અનેક લોકો ભાવુક બન્યા હતા અને “યોગેશભાઈ અમર રહો”ના નારા લગાવવામાં આવ્યા હતા. ખાસવાડી સ્મશાન ખાતે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કાર પૂર્ણ કરવામાં આવ્યા હતા. સ્મશાનમાં અગ્નિદાહની તમામ તૈયારીઓ અગાઉથી જ પૂર્ણ કરવામાં આવી હતી. યોગેશ પટેલની બંને દીકરીઓ પણ સ્મશાનમાં હાજર રહી હતી.

    યોગેશ પટેલ ૧૯૯૦થી સતત ૮ ટર્મ સુધી અજેય રહી ધારાસભ્ય પદે રહ્યા હતા. તેમણે પોતાના લાંબા રાજકીય જીવન દરમિયાન લોકોના પ્રશ્નોને સરકાર સમક્ષ મજબૂતીથી રજૂ કર્યા હતા. તેઓ રૂપાણી સરકારમાં મંત્રી પદે પણ રહી ચૂક્યા હતા. આ પહેલાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન બાદ બેઠક ખાલી પડી હતી, પરંતુ પેટાચૂંટણીમાં તેમના પુત્ર હર્ષદ પરમારની જીત થતાં સભ્ય સંખ્યા ફરી ૧૮૨ થઈ હતી. જોકે હવે યોગેશ પટેલના અવસાનથી ફરી વિધાનસભા ખંડિત બની છે.

    સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, “કાકાએ સાવલીના સ્વામીના આદેશથી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સ્થાપિત કરી હતી. તેઓ હંમેશા લોકોના દિલમાં જીવંત રહેશે. લોકોના પ્રશ્નોને લઈને તેઓ સરકાર સામે પણ મજબૂતીથી અવાજ ઉઠાવતા હતા અને પરિણામ લાવતા હતા.” તેમના આ શબ્દોએ ઉપસ્થિત લોકોને ભાવુક બનાવી દીધા હતા.

    ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત અનેક રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો સ્મશાન સુધી ઉપસ્થિત રહ્યા હતા. યોગેશ પટેલના માનમાં મુસ્લિમ સમુદાય દ્વારા સ્મશાન બહાર પાણીની સેવા પણ શરૂ કરવામાં આવી હતી. યોગેશ પટેલના પુત્ર અને પુત્રીએ અગ્નિદાહ આપ્યો હતો અને પરિવારજનોએ રડતી આંખે જનનેતાને વિદાય આપી

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: ખાનગી કંપની સાથે ઓનલાઇન ઠગાઈ, સાયબર સેલમાં ફરિયાદ

    June 3, 2026
    વડોદરા

    Vadodara મધ્યપ્રદેશનો ગાંજાનો વધુ એક સપ્લાયર પકડાયો

    June 3, 2026
    વડોદરા

    Vadodara નજીકના કલાલી ગામે પત્ની સાથે મંદિરે દર્શન કરવા ગયેલા યુવકની જાહેરમાં ઘાતકી હત્યા

    June 3, 2026
    વડોદરા

    Vadodara ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું, ગુજરાત વિધાનસભા ફરી ખંડિત

    June 2, 2026
    વડોદરા

    Vadodara આપ પ્રમુખ અને પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ, મહિલાને દારૂ પીવડાવી અશ્લીલ વીડિયો બનાવ્યાનો આરોપ

    June 2, 2026
    વડોદરા

    Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો

    May 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026

    05 જૂનનું રાશિફળ

    June 4, 2026

    PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા

    June 4, 2026

    Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે

    June 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.