Vadodara,તા.૨
સંસ્કારી નગરી Vadodaraમાંથી રાજકારણને શર્મસાર કરતી એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. આમ આદમી પાર્ટીના Vadodaraના નેતા અશોક ઓઝા અને તેમના પુત્ર આનંદ ઓઝા સામે પક્ષની જ એક મહિલા કાર્યકર સાથે સાડા ચાર વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. મહિલાને સારા પદની લાલચ આપી, દારૂ પીવડાવી, નગ્ન વીડિયો ઉતારી બ્લેકમેલ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. એટલું જ નહીં, આ ગંદા ખેલમાં નેતાની પત્ની અને પુત્રીએ પણ પીડિતાને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. કપુરાઈ પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી અશોક ઓઝાની ધરપકડ કરી લીધી છે.
Vadodaraમાં રાજકારણના ઓથા હેઠળ મહિલાઓનું શોષણ થતું હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અશોક ઓઝા અને તેમના પુત્ર આનંદ ઓઝાએ પક્ષની જ એક મહિલા કાર્યકરને શિકાર બનાવી છે. પીડિત મહિલાનો આરોપ છે કે તેને પાર્ટીમાં સારા હોદ્દાઅને પદની લાલચ આપીને પિતા-પુત્રે સાડા ચાર વર્ષ સુધી હવસનો શિકાર બનાવી. હદ તો ત્યારે થઈ જ્યારે પિતા-પુત્રે મહિલાને દારૂ પીવડાવીને તેનો નગ્ન વીડિયો ઉતારી લીધો અને ત્યારબાદ શરૂ થયો બ્લેકમેલિંગનો સિલસિલો…આરોપી અશોક ઓઝા લાજવાના બદલે ગાજતો દેખાયો. તેને કહ્યું કે તે રાજુ કરપડા કે રાઘવ ચઢ્ઢા નથી કે આમ આદમી પાર્ટી છોડી દેશે.
પીડિતાનો આરોપ છે કે આ માત્ર પિતા-પુત્રનો ગુનો નથી, પરંતુ આખા પરિવારે મળીને તેને માનસિક અને આર્થિક રીતે પણ તોડી નાખી છે. અશોક ઓઝાની પત્ની મોતીબેન ઓઝા અને પુત્રી ખુશી ઓઝાએ પણ પીડિતાને મોઢું બંધ રાખવા માટે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
આ ઉપરાંત, પીડિતાને નવું મકાન અપાવવાના બહાને આ ઠગ પરિવારે રૂ. ૨૦ લાખ પણ પડાવી લીધા હોવાનો આક્ષેપ છે. આખરે હિંમત ભેગી કરીને પીડિતાએ Vadodaraના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસે આખા પરિવાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત પોલીસ અને આઇબીના નામે પોતાના જ કાર્યકરોને ફોન કરી ધમકાવવાના કેસમાં નામ સામે આવ્યા બાદ અશોક ઓઝાનું વધુ એક કારસ્તાન સામે આવ્યા બાદ પણ હજી સુધી આમ આદમી પાર્ટીએ તેને હોદ્દા પરથી દૂર કરી પાર્ટીમાંથી હકાલપટ્ટી નથી કરી. ત્યારે આમ આદમી પાર્ટીની મહિલા વિરોધી માનસિકતા છતી થઈ છે. હાલમાં પોલીસે અશોક ઓઝાની ધરપકડ કરી તેના પુત્ર, પત્ની અને પુત્રીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

