New Delhi તા.15
મહારાષ્ટ્રના 29 નગર નિગમોની ચુંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ ચુંટણી રાજયની શહેરી રાજનીતિ માટે ખૂબ જ મહત્વની છે. કુલ 3.48 કરોડ મતદાતા 2869 સીટો માટે 15908 ઉમેદવારોના ભાગ્યોનો ફેસલો કરશે.
મુંબઈ, પુણે, નાસીક, નાગપુર, નવી મુંબઈ, થાણે અને પિંપરી ચિંતવડ જેવા મોટા શહેરોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા છે, દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) પ્રમુખ રાજ ઠાકરેએ મતદાન પ્રક્રિયામાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો કે મતદાન દરમિયાન ઉપયોગમાં લેવાતી અમીટ શાહીને પેનની શાહીમાં બદલી નાખવામાં આવી છે. આનાથી ધાંધલી થઈ શકે છે.

