(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૩
Wankaner સીટી પોલીસ ટીમને એકાદ મહિના પહેલા ઘરેથી નીકળી ગયું હતું અને વાંકાનેર શહેરના લક્ષ્મીપરા ખાતેથી મળી આવ્યું હતું જેથી બાળકને પોલીસ મથકે લાવીને નામ અને સરનામું પૂછતાં બાળકનું નામ કાનો પુનમભાઈ ભીલ હોવાનું જણાવ્યું હતું
બાળકના વાલીવારસ કે ઘરના સરનામાં બાબતે કશું જણાવી સકતો ના હતો જેથી બાળકને ખોખરા હનુમાન ખાતે આવેલ સંસ્થામાં સોપ્યું હતું અને સંસ્થાના સંચાલકો સાથે સંકલનમાં રહીને બાળકના વાલીને શોધી કાઢવા પ્રયત્નો ચાલુ હતા દરમીયાન તા. ૨૨ ના રોજ બાળકના વાલી પિતા પુનમભાઈ બુધેસિંગ ભાભર રહે ટીંબડી પાટિયા મોરબી ૨ મૂળ રહે એમપી વાળાને શોધી કાઢવામાં સફળતા મળી હતી અને સીટી પોલીસ ટીમે બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું

