(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૩
Wankaner તાલુકાના કણકોટ ગામે પાનની દુકાન પાછળથી પોલીસે ઈંગ્લીશ દારૂની નાની મોટી ૨૨૪ બોટલના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન વાંકાનેર તાલુકાના કણકોટ ગામના સ્મશાન પાસે પાનની દુકાન પાછળ દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી કણકોટ ગામના સ્મશાન પાછળ જાહેર જગ્યામાંથી ઈંગ્લીશ દારૂની ૨૨ બોટલ કીમત રૂ ૧૫,૨૭૫ અને નાની બોટલ નંગ ૨૦૨ કીમત રૂ ૨૫,૨૫૦ સહીત કુલ રૂ ૪૦.૫૨૫ નો મુદામાલ જપ્ત કરી આરોપી અર્જુનસિંહ ગીરીરાજસિંહ ઝાલા (ઉ.વ.૩૪) રહે કણકોટ તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે

