Kolkataતા.3
વેસ્ટઇન્ડિઝ ના કપ્તાન શાઈ હોપએ ટી 20 વર્લ્ડ કપ સુપર-8 થી બહાર નીકળી જવાની જવાબદારી લેતાં કહે છે કે તે ટોચના ઓર્ડર પર લય બનાવવા માટે નાકામ રહ્યા જેના કારણે ટીમને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો.વેસ્ટઇન્ડિઝની ટીમે પહેલા બેટિંગ કરતા ચાર વિકેટ પર 195 રન બનાવ્યા હતા. હોપને 33 બોલમા 32 રન બનાવતા અને સ્ટ્રાઈક રેટ 96.96 રહ્યો હતો.
હોપએ કહ્યું, ‘જો તમે એવું કહેવા માંગતા હો, તો હા, હું મારી ભૂલ સ્વીકાં છું. મારે વધુ ઝડપથી બેટિંગ કરવી જોઈતી હતી. જ્યારે તમે કેપ્ટનશીપ કરી રહ્યા હોવ છો, ત્યારે તમારે આગળ જઈને લય બનાવી જોઈએ.આજે મારા માટે એવું બન્યું નહીં. આજે મારું સારું પ્રદર્શન રહ્યું નથી. આવી પરિસ્થિતિઓમાં, દરેકને સંઘર્ષ કરવો પડે છે. પરંતુ મને નથી લાગતું કે હું ખરાબ બેટિંગ કરી રહ્યો હતો,”

