Surendaranagar, તા.18
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ભાડુલા ગામે પ્રાંત અધિકારીની ટીમ ઉપર હુમલા ની ઘટના સામે આવી હતી ત્યારે હવે પ્રાંત અધિકારી દ્વારા એક્શન મોડમાં આવી અને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરના ભાડુલા વિસ્તારમાં જે ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ ખોદવામાં આવ્યા છે તેના પુરાણ અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે પ્રાંત અધિકારી મામલતદાર નાયબ મામલતદાર તલાટીઓ સહિતની ટીમોને સાથે રાખી અને હવે કામગીરી શરૂ કરવામાં આવી છે.
તાજેતરમાં સુરેન્દ્રનગરના ભાડુલા વિસ્તારમાં ખનીજ માફિયાઓ દ્વારા પ્રાંત અધિકારીની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો સરકારી ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ત્યારે અંદાજિત 50થી વધુ ગેરકાયદેસર કુવાઓ પુરવાની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે લોડર મશીનથી આ કુવાઓ દોરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે પ્રાંત અધિકારીએ માથે ઉભા રહી અને તમામ ગેરકાયદેસર ખોદવામાં આવેલા કાર્બોસેલના કુવાઓ બુરાય તે અંગેની કામગીરી શરૂ કરી છે.
ગેરકાયદેસર કાર્બોસેલ ના કુવાઓ ખોદનાર ખનીજ માફીયાઓની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે ટૂંક સમયમાં જે ઈસમો દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ કરવામાં આવ્યા છે તેના ઉપર પગલા ભરવાની તૈયારી પણ તંત્રની ટીમો દ્વારા દેખાડવામાં આવી છે જેને લઇને ખનીજ માફિયાઓ માં પણ ફફડાટ ફેલાયો છે.

