Junagadh તા.24
જુનાગઢની પટેલ કેળવણી મંડળ સંચાલિત એમ.એમ. ઘોડાસરા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ગત તા.20/3ના રોજ વિશ્વ વાર્તા દિવસ અને વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રિ.ડો. દિનેશભાઈ ડઢાણીયાએ જણાવ્યું હતું કે વિશ્વ વાર્તા દિવસમાં અનેક વર્તાઓ પ્રચલિત છે. જેમ કે દાદા ઢોર ચારતા મુઠી બોર લાવતા છોકરાવને સમજાવતા, ચકકી લાવી ચોખાનો દાણો-ચકો લાવ્યો મગનો દાણો બંનેએ મળીને ખીચડી બનાવી. એક સમય એવો હતો કે વાર્તાના માધ્યમથી શિક્ષણ અને સંસ્કાર આપવામાં આવતા હતા.
હનુમાનજીની વાર્તા, પ્રહલાદની વાર્તા, ધ્રુવની વાર્તા, સત્યવાન સાવિત્રીની વાર્તા હરિશચંદ્ર તારામતીની વાર્તા, નળદમયંતીની વાર્તા, શિવાજી મહારાજની વાર્તા, રાણી લક્ષ્મીબાઈની વાર્તા, અનેક વાર્તાઓ પ્રચલિત હતી. આજે કુટુંબ વ્યવસ્થા તૂટી ગઈ છે અને શહેરી સંસ્કૃતિમાં હવે શકય રહ્યું નથી.
ભારતીય સંસ્કૃતિની વાર્તાની સંસ્કૃતિ હતી. જેના દ્વારા બાળકના કુમળા માનસ પર સંસ્કાર અને શિક્ષણનું સિંચન થતું હતું. વાર્તાઓના માધ્યમથી બાળકોમાં જ્ઞાન આપવામાં આવતું હતું. ભારતીય જ્ઞાન પરંપરાની યાદ તાજી કરીને તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ચકલીની વસ્તી ઘટતી જાય છે.
પક્ષીઓનું પણ પર્યાવરણના સમતુલનમાં મહત્વનું સ્થાન છે એમ પ્રિ.ડો. દિનેશભાઈ ડઢાણીયાએ વિદ્યાર્થીનીઓને ઘણી વાર્તાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર આયોજન બદલ પટેલ કેળવણી મંડળના મેનેજીંગ ટ્રસ્ટી કાંતીભાઈ ફળદુ, પ્રમુખ સવજીભાઈ મેનપરા અને કોલેજ કમીટીના ઈન્ચાર્જ રતિભાઈ ભુવાએ અભિનંદન પાઠવ્યા હતા.

