Morbi, તા.21
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને સામે વાળાના ભાઈ સાથે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી સામેવાળા શખ્સે સ્કોર્પિયો ગાડીમાં આવીને યુવાનના મિત્રની ક્રેટા ગાડીમાં વાહન અથડાવ્યું હતું અને ક્રેટા ગાડીમાં નુકશાન કર્યું હતું.
વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર-1 માં રહેતા શાહરુખભાઈ ફિરોજભાઈ પઠાણ (32)એ સાજીદભાઈ સાબુદીનભાઈ જેડા રહે. યમુનાનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં બે દિવસ પહેલા આરોપીના ભાઈ સાથે ફરિયાદીને બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
દરમ્યાન ગઈકાલે સાંજના વીસીપરા મેઇન રોડ ઉપર ગોવિંદભાઈના ડેલા પાસે ફરિયાદી તેના મિત્રની ક્રેટા ગાડી નંબર જીજે 36 એઆર 4143 માં હતા ત્યારે આરોપી તેની સ્કોર્પિયો ગાડી લઈને આવ્યો હતો અને ક્રેટા ગાડીમાં વાહન અથડાવ્યું હતું જેથી ક્રેટા ગાડીમાં નુકસાન કર્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

