Junagadh તા.20
વંથલી બસ સ્ટેશન પાસે રોડ ક્રોસ કરતા શખ્સને અજાણ્યા મો.સા. ચાલકે હડફેટે લઈ લેતા સારવાર દરમ્યાન મોત થયેલ. ફરીયાદી અનુપભાઈ વ્રજલાલ વામજા પટેલ (ઉ.57) રે. હાલ રાજકોટ કાંગસીયાળી કોરાટ ચોક વાળાએ ફરીયાદમાં જણાવ્યા મુજબ રાજુભાઈ રાહેડ ક્રોસ કરતા હતા.
ત્યારે વંથલી બસ સ્ટેશન પાસેની ક્રિષ્ના હોટલ સામે જુનાગઢ તરફથી આવતા અજાણ્યા ટુ વ્હીલર ચાલકે રાજુભાઈને હડફેટે લઈ લેતા માથામાં પગમાં ગંભીર ઈજાઓ થતા સારવાર દરમ્યાન મોત નોંધાયુ હતું. વંથલી પોલીસ સબ ઈન્સ. ડી.સી. માઢકે તપાસ હાથ ધરી છે.
બાઈક ચાલકનું મોત
જુનાગઢ અમૃતનગર-4 રામદેવ એપાર્ટમેન્ટની સામે રહેતા ફરીયાદી મનસુખભાઈ ભાણજીભાઈ સોલંકી (ઉ.61)ના ભાઈ કાંતીભાઈ ભાણજીભાઈ સોલંકી તેમના મોટર સાયકલ નં. જીજે 11 સીજી 6944માં મધુરમથી વંથલી જતા હતા.
ત્યારે અશોક લેલન ટ્રક નં. જીજે 11 વીવી 4846ના ચાલકે પુરઝડપે ટ્રક ચલાવી સમન્વય હોસ્પીટલ વંથલી રોડ પર મો.સા.ને હડફેટે લઈ લેતા કાંતીભાઈ ભાણજીભાઈના મોઢા- નાક હાથ ખભ્ભામાં પગમાં ઈજાઓ થતા કાંતીભાઈનું મોત નોંધાતા વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.

