Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    05 મેનું પંચાંગ

    May 4, 2026

    05 મેનું રાશિફળ

    May 4, 2026

    ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા..!!

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 05 મેનું પંચાંગ
    • 05 મેનું રાશિફળ
    • ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા..!!
    • વિપશ્યના એટલે શીલ, સમાધિ, અને પ્રજ્ઞાનાં ત્રિસ્તરીય આવરણ વડે ચિત્તશોધન અને સદગુણ વર્ધન માટેની પ્રક્રિયા,
    • સંપૂર્ણ આહાર : દૂધ,ગૌ માતાનું દૂધ : સર્વશ્રેષ્ઠ દૂધ
    • Indian stock market 28 એપ્રિલથી 2 મે, 2026 સુધી નોંધપાત્ર અસ્થિરતા અને નબળાઈનો અનુભવ કર્યો
    • મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધની આગ ભડકશે,ઈરાને હજુ સુધી પૂરતી રકમ ચૂકવી નથી,Donald Trump
    • Kuwait ૩૦ વર્ષમાં પહેલી વાર એક મહિનામાં એક પણ બેરલ તેલ નિકાસ કરવામાં નિષ્ફળ ગયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»મહિલા વિશેષ»યુવતીઓએ Breast Augmentation (સ્તન વૃદ્ધિ)
    મહિલા વિશેષ

    યુવતીઓએ Breast Augmentation (સ્તન વૃદ્ધિ)

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 4, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મહિલાઓના  સ્તનપ્રદેશને  તેમના સૌંદર્ય  તેમ જ વ્યક્તિત્વનું  મુખ્ય  માપદંડ માનવામાં આવે છે. મોટાભાગના લોકો વિશાળ  સ્તનપ્રદેશને આકર્ષક માને છે.  આ કારણે જ નાના ઉરોજો  ધરાવતી યુવતીઓ લઘુતાગ્રંથિથી   પીડાતી  હોય છે. અત્યાર સુધી  વિશ્વભરમાં લાખો સ્ત્રીઓએ આ લઘુતાગ્રંથિ  દૂર કરવા બ્રેસ્ટ  ઓગ્મેન્ટેશન  સર્જરીનો સહારો લીધો છે. અલબત્ત,  હજારો યુવતીઓએ માત્ર વધુ આકર્ષક દેખાવા માટે પણ બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન  સર્જરી   કરાવી છે. પરંતુ કોસ્મેટિક  પ્રક્રિયા પછી તેમને ગરદન,  ખભા, વાંસામાં  દુખાવો  થવાની સમસ્યા  સતાવતી રહી છે.  અને જ્યારે આ પીડા અકળાવનારી બની રહે  ત્યારે તેમણે  બ્રેસ્ટ  રિડક્શન સર્જરી કરાવીને પોતાના ઉરોજો ફરીથી  નાના કરાવ્યાના  દાખલા પણ ઓછા નથી.  તેવી જ રીતે કુદરતી રીતે જ વિશાળ સ્તન ધરાવતી સેંકડો મહિલાઓએ પણ  બ્રેસ્ટ રિડક્શન સર્જરી કરાવીને  ગરદન, કાંધ,  પીઠના દુખાવામાંથી રાહત મેળવી  છે. પરંતુ  તમને જાણીને આશ્ચર્ય  થશે કે હવે યુવતીઓ પોતાની મનગમતી  સાઈઝના  ઉરોજો  મેળવવા  બ્રેસ્ટ સર્જરી  કરાવે છે.  તેમને એ વાતની બિલકુલ  પરવા નથી  કે નાના કદનાસ્તન તેમના આકર્ષણને મોળો પાડશે.

    એક  સર્વેક્ષણ  અનુસાર  વર્ષ ૨૦૨૨માં  એકલા અમેરિકામાં લગભગ  ત્રણ લાખ યુવતીઓએ  બ્રેસ્ટ  ઓગ્મેન્ટેશન  (સ્તન વૃદ્ધિ) સર્જરી કરાવી હતી. જ્યારે  આ વર્ષે તેનાથી  તદ્ન વિરોધાભાસી  કહી શકાય એવું ચલણ જોવા મળ્યું  છે.  સંબંધિત  સર્વેમાં   જાણવા મળ્યું  છે કે આ વર્ષે  ૧.૬ લાખથી પણ  વધુ મહિલાઓએ  બ્રેસ્ટ  રિડક્શન  સર્જરી કરાવી છે.  ભારતમાં  વર્ષ ૨૦૨૧માં ૧૫,૦૦૦ સ્ત્રીઓએ  અને આ વર્ષે  ૨૬,૦૦૦  મહિલાઓએ  પોતાના સ્તનનું  કદ ઘટાડવા  માટે સર્જરીનો  સહારો લીધો છે. વાસ્તવમાં  તેઓ પોતાના  સ્તનને પોતાની પસંદગી  અને કમ્ફર્ટ  મુજબનો  આકાર-કદ  આપવા માગતી હતી.

    કોસ્મેટિક  સર્જનો કહે છે કે એ સમય વિતી  ગયો  જ્યારે બ્રેસ્ટ  બાબતે રમણીઓ  વર્ષોથી  માન્યતા  પ્રાપ્ત કદ-આકાર પામવા પાછળ  પડતી હતી.  અત્યાર સુધી લગભગ બધી જ  મહિલાઓ ૩૬-૨૪-૩૬ ની સાઈઝને જ પોતાના આકર્ષક  વ્યક્તિત્વનો  આઈનો માનતી હતી અને  તેને માટે તેઓ તનતોડ  મહેનત કરતી,  કોઈપણ  નુસખા અજમાવવા   તૈયાર રહેતી.  પરંતુ હવે તેને આવા ચોક્કસ  કદકાઠી  મેળવવાની  તમા નથી  રહી. તેઓ પોતાને કમ્ફર્ટેબલ  લાગે એટલા કદના  સ્તન  રાખવાની આગ્રહી બની છે. આનું  કારણ  સમજાવતાં  તેઓ  કહે છે કે  સ્તન વૃદ્ધિ  કરાવ્યા પછી પીઠ, ગરદન,  ખભામાં દુખાવો  થાય જ  છે. સાથે સાથે  બ્રાના સ્ટ્રેપને નિશાન આવી જવા, પરસેવો થવો  જેવી સમસ્યા પણ સર્જાય  છે. વિશાળ  સ્તનપ્રદેશ ધરાવતી  મહિલાઓ માટે જોગિંગ  કરવાનું,  નૃત્ય કરવાનું ચોક્કસ  પ્રકારની કસરતો  કરવાનું મુશ્કેલ બની જાય છે.  તેને કારણે તેમને આ વિસ્તારમાં  ખંજવાળ આવવાની, બળતરા  થવાની, ચેપ લાગવાની ભીતિ પણ રહે છે.  સામાન્ય કદ-આકારના ઉરોજો   ધરાવતી  સ્ત્રી જેટલા  આરામથી  તેઓ  સુઈ પણ નથી શકતી.

    હોલેન્ડમાં  ૨૩૦૦ મહિલાઓ પર કરવામાં આવેલા એક અભ્યાસમાં  જાણવા મળ્યા મુજબ પોતાના શરીરને  લઈને તેમના અસંતોષનું  કારણ  તેમના ઉરોજોનું  કદ હતું.  જ્યારે  તેમને પૂછવામાં આવ્યું  કે  જો તેમને પોતાના શરીરના  વજન, કદ, હોઠ  કે  ઉરોજોમાંથી  કોઈ  એકમાં બદલાવ  કરવાની તક આપવામાં આવે તો તેઓ કયો વિકલ્પ  પસંદ કરે.  આના જવાબમાં   સૌથી વધુ સ્ત્રીઓએ  સ્તનપ્રદેશનો વિકલ્પ  ચૂંટયો હતો.

    જો કે અહીં એવો  પ્રશ્ન થવો સહજ છેકે   બ્રેસ્ટ રિડક્શન  સર્જરી શી રીતે કરવામાં આવે છે?  આના જવાબમાં   કોસ્મેટિક  સર્જનો કહે છે કે  જો કોઈ મહિલાના ઉરોજો વધારે પડતા  મોટા હોય તો બ્રેસ્ટ  રિડક્શન  સર્જરી કરવામાં આવે છે.  આ પ્રક્રિયામાં  જે તે માનુનીના  બ્રેસ્ટ  પર નિશાન  બનાવવામાં આવે છે.  ત્યાર પછી  બ્રેસ્ટમાંથી   કયા ટિશ્યૂ  દૂર કરવા અને કયા  રહેવા દેવા તે ઓપરેશન  ટેબલ પર નક્કી થાય છે.  આ  સર્જરી બે થી ત્રણ કલાક ચાલે છે.  આ પ્રક્રિયા  પીડારહિત  હોય છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    સંપૂર્ણ આહાર : દૂધ,ગૌ માતાનું દૂધ : સર્વશ્રેષ્ઠ દૂધ

    May 4, 2026
    હેલ્થ

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026
    લેખ

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026
    હેલ્થ

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026
    હેલ્થ

    ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે

    April 22, 2026
    રાષ્ટ્રીય

    તમારા સ્પોર્ટસવેર તમારા આરોગ્ય માટે જોખમી

    April 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    05 મેનું પંચાંગ

    May 4, 2026

    05 મેનું રાશિફળ

    May 4, 2026

    ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા..!!

    May 4, 2026

    વિપશ્યના એટલે શીલ, સમાધિ, અને પ્રજ્ઞાનાં ત્રિસ્તરીય આવરણ વડે ચિત્તશોધન અને સદગુણ વર્ધન માટેની પ્રક્રિયા,

    May 4, 2026

    સંપૂર્ણ આહાર : દૂધ,ગૌ માતાનું દૂધ : સર્વશ્રેષ્ઠ દૂધ

    May 4, 2026

    Indian stock market 28 એપ્રિલથી 2 મે, 2026 સુધી નોંધપાત્ર અસ્થિરતા અને નબળાઈનો અનુભવ કર્યો

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    05 મેનું પંચાંગ

    May 4, 2026

    05 મેનું રાશિફળ

    May 4, 2026

    ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા..!!

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.