Junagadh તા.18
જૂનાગઢના સમઢીયાળા ગામે યુવાનને બે શખ્સોએ હથિયારથી ઇજા પહોંચાડી ખીસ્સામાંથી રોકડ લૂંટી લીધાની ફરિયાદ નોંધાઇ છે. સમઢીયાળા પ્લોટ વિસ્તારમાં રહેતા ફરિયાદી હાર્દિકગીરી મેઘનાથીએ મેંદરડા પોલીસમાં નોંધાવેલી પરિયાદમાં અગાઉ આરોપી મયુર ઉર્ફેે ભમરીયો ધીરુ સાથે બોલાચાલી થયેલ જેનો ખાર રાખી આરોપી મયુર ઉર્ફે ભમરીયો અને મહેન્દ્ર ઉર્ફે ભડુ ભીમા ડાભીએ પ્રાણઘાતક બરછી સાથે આવી સાહેદ ભાવીન વિનુભાઇ ગજેરાને ગાળો ભાંડી આરોપી મયુર ઉર્ફે ભમરીયાએ હાર્દિકગીરી ઉપર ફરસીનો ઘા કર્યો હતો.
મહેન્દ્રએ પકડી રાખી ગળા ઉપર છરી રાખતા ભાવિનભાઇ વચ્ચે પડતા તેમને માર મારી ખીસ્સામાંથી પાકીટમાંથી 750ની રોકડની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવતા મેંદરડા પીઆઇ વી.જે. સાવજે તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ સી-ડીવીઝનના મંગલધામ-1 અલ્ફા સ્કૂલની પાસે મધુરમ વિસ્તારમાં રહેતા વિજયભાઇ કાબાભાઇ સોલંકીના પત્ની સુધાબેન વિજયભાઇએ કોઇ અગમ્ય કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખિ લેતા મોત નીપજ્યું હતું. બનાવની તપાસ પોલીસ ઇન્સ. એચ.વી. ચૌહાણે હાથ ધરી છે.

