(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૨
મોરબી જીલ્લાના વાંકાનેર પંથકમાં બે અને હળવદ પંથકમાં એક મળીને કુલ ત્રણ અપમૃત્યુના બનાવો નોંધાયા છે પોલીસે ત્રણેય બનાવો મામલે તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં મૂળ અમદાવાદના રહેવાસી હાલ વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા સુકેતગીરી જીતેન્દ્રગીરી ગોસ્વામી (ઉ.વ.૪૨) નામના આધેડ રાણેકપર ગામની સીમમાં મહાનાડીમાં કોઈ કારણોસર પાણીમાં પડી જતા ડૂબી જતા મોત થયું હતું બીજા બનાવમાં વાંકાનેરના નવાપરામાં રહેતા ચેતનભાઈ પબાભાઈ ગઢાદરા (ઉ.વ.૨૦) નામના યુવાને રંગપર ગામ પાસે આવેલ દ્વારકાધીશ હોટેલના રૂમમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો બનાવ મામલે તપાસ ચલાવનાર વી આર પરમારે જણાવ્યું હતું કે યુવાન હોટેલમાં રહીને કામ કરતો હતો અને ઘરે ક્યારેક જતો હતો જોકે યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે સ્પષ્ટ થયું નથી પોલીસે આપઘાતના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
ત્રીજા બનાવમાં મૂળ ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામ હાલ મોરબીના લાલપર ગામે રહેતા શંકરગીરી મોહનગીરી ગોસાઈ (ઉ.વ.૨૬) નામના યુવાન ગત તા. ૧૬ ના રોજ હળવદ તાલુકાના શક્તિનગર (સુખપર) ગામ પાસેથી પોતાનું બાઈક જીજે ૧૩ બીએમ ૪૭૮૭ લઈને જતા હતા ત્યારે રોડ પર અચાનક ખુંટીયો આવતા બાઈક ખુંટીયા સાથે અથડાતા માથામાં ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું હળવદ પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે

