(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૨
મોરબીના કંડલા બાયપાસ નજીક આવેલ સ્પા સંચાલકે સ્પા વાકારોના બાયોડેટા ફોર્મ ભરી પોલીસમાં નોંધ નહી કરાવતા સંચાલક વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ કરવામાં આવી છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કંડલા બાય પાસ રોડ પીતરુંકૃપા શોપિંગ પહેલા માળે આવેલ સ્કાય મૂન સ્પામાં ચેકિંગ કર્યું હતું સ્પામાં કામ કરતી બે સ્પા વર્કરના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવામાં આવી ના હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી સ્પા સંચાલક ત્રિલોકભાઈ ઈશોરભાઈ પાલી (ઉ.વ.૩૧) રહે લીલાપર રોડ મોરબી વાળા વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગનો ગુનો નોંધી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

