(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૨
મોરબી જીલ્લામાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરની બદલીના આદેશ જીલ્લા પોલીસવડા દ્વારા આપવામાં આવ્યા છે કુલ ૧૦ પીઆઈની જીલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે
મોરબી જીલ્લાના ૧૦ પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે જેમાં એલ.આઈ.બી. માં ફરજ બજાવતા એસ.પી. જાડેજાની મોરબી એલસીબી, વાંકાનેર સીટીના વી એસ સિંધવની માળિયા પોલીસ મથક, માળિયા ફરજ બજાવતા આર એસ પટેલની એલ.આઈ.બી મોરબી, લીવ રીઝર્વ કે કે દરબારની હળવદ પોલીસ મથક, હળવદ પીઆઈ આર ટી વ્યાસની બદલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશન પીઆઈ એચ વી ઘેલાની ટ્રાફિક શાખા મોરબી, ટ્રાફિક શાખાના ડી વી ખરાડીની મોરબી ખાતે, મોરબીના એમ બી મિસ્ત્રીની મહિલા પોલીસ સ્ટેશન, એ.એચ.ટી.યુ મોરબીના જે એસ ગામીતની બદલી વાંકાનેર સીટી પોલીસ મથકમાં તેમજ લીવ રીઝર્વ મોરબી (વાંકાનેર સીટી) પી આર સોલંકીની એ.એચ.ટી યુ મોરબી ખાતે બદલી કરવામાં આવી છે

