(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૨
મોરબી જીલ્લામાં સ્થાનિક પોલીસ ટીમની નિષ્ક્રિયતાના અનેક દાખલાઓ જોવા મળતા હોય છે હજુ તો ગઈકાલે જ મહેન્દ્રનગર નજીક દેશી દારૂ ભરેલી કાર પલ્ટી મારી જતા રોડ પર દારૂની રેલમછેલ જોવા મળી હતી તો શુક્રવારે રાત્રે સરહદી રેંજ કચ્છ ભુજ ટીમે માળિયામાંથી ૨૪ લાખનો દારૂ-બીયર ભરેલો ટ્રક ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
સરહદી રેંજ કચ્છ ભુજ ટીમ ફરી વખત મોરબીમાં ત્રાટકી હતી માળિયા મોરબી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે બાતમી મળી હતી કે બનાસકાંઠાના ધાનેરા ચેક પોસ્ટથી વાયા ડીસા રાધનપુર હારીજ બેચરાજી થઇ વાયા માલવણ ધ્રાંગધ્રા હળવદ તરફથી એક ટ્રક જીજે ૧૮ બીટી ૩૨૬૨ વાળીમાં ઈંગ્લીશ દારૂ ભરી કચ્છ જવાનું છે જે બાતમીને આધારે સરહદી રેંજ ટીમે વોચ ગોઠવી હતી અને ભીમસર ચોકડી પુલ નીચેથી તાલપત્રીની આડમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂ ભરેલ ટ્રક ઝડપી લીધો હતો
જે ટ્રકની તાલપત્રી હટાવી તલાશી લેતા ટ્રકમાંથી દારૂની નાની મોટી બોટલ અને બીયરના ટીન સહીત કુલ નંગ ૧૬,૯૨૦ કીમત રૂ ૨૪,૦૩,૦૦૦ અને ટ્રક કીમત રૂ ૧૦ લાખ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૩૪,૦૮,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી રક ડ્રાઈવર ખેતારામ થાકુરામ માજીરાણા રહે રાજસ્થાન વાળાને ઝડપી લઈને માળિયા પોલીસ મટકમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે

