Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શીપ બિલ્ડીંગ સૌરાષ્ટ્રના આંગણે; Porbandar નું કુછડી બનશે ઉદ્યોગ હબ

    July 15, 2026

    Hormuz માં ઈરાને 7 વ્યાપારી જહાજો પર હુમલા કર્યાનો અમેરિકાનો દાવો

    July 15, 2026

    દહેજ હત્યા કેસમાં 77 આરોપી ! આખા પરિવાર સામે કેસ ન્યાયની મજાક : Supreme Court

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શીપ બિલ્ડીંગ સૌરાષ્ટ્રના આંગણે; Porbandar નું કુછડી બનશે ઉદ્યોગ હબ
    • Hormuz માં ઈરાને 7 વ્યાપારી જહાજો પર હુમલા કર્યાનો અમેરિકાનો દાવો
    • દહેજ હત્યા કેસમાં 77 આરોપી ! આખા પરિવાર સામે કેસ ન્યાયની મજાક : Supreme Court
    • Ram Mandir Trust ના CEO પદ માટે 24 કલાકમાં 1,000 થી વધુ અરજીઓ
    • Bengal ની ખાડીમાં લો-પ્રેશર : ચોમાસુ ફરી સક્રિય થવાની આશા
    • India-UK વચ્ચે મુક્ત વ્યાપાર સમજુતી લાગુ : 99 ટકા નિકાસ પર ટેક્સ ઝીરો
    • Russian ક્રુડતેલ ખરીદવા પર હવે 500 નહી, 100% અમેરિકી ટેરિફ!
    • વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»અમેરિકામાં જન્મજાત નાગરિકતાનો કાયદો ગુલામો માટે હતો :Trump
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં જન્મજાત નાગરિકતાનો કાયદો ગુલામો માટે હતો :Trump

    Vikram RavalBy Vikram RavalFebruary 1, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર શનિવારે ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાની યોજના જાહેર કરી છે

    Washington, તા.૧

     અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મજાત નાગરિકતા અંગેનું કડક વલણ ફરી સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે, જન્મની સાથે નાગરિકતાનો કાયદો ગુલામોના બાળકો માટે હતો, સમગ્ર વિશ્વ માટે અમેરિકા આવીને ભીડ કરવા માટે નહીં.ટ્રમ્પે શપથવિધીના દિવસે જ જન્મજાત નાગરિકતા વિરુદ્ધ સરકારી આદેશ જારી કર્યો હતો. જોકે, સિએટલની કોર્ટે બીજા જ દિવસે ટ્રમ્પના આદેશને રદ કર્યો હતો. ટ્રમ્પે જણાવ્યું છે કે, તે ચુકાદા સામે અપીલ કરશે. ગુરુવારે તેમણે સુપ્રીમ કોર્ટનો ચુકાદો પોતાની તરફેણમાં આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “તમે ભૂતકાળ જોશો તો જણાશે કે આ કાયદો ગુલામોના બાળકો માટે બનાવાયો હતો. તેનો હેતુ આખી દુનિયાના લોકોને અમેરિકામાં ભેગા કરવાનો ન હતો. અત્યારે દુનિયાભરમાંથી લોકો આવી રહ્યા છે. તે બિલકુલ યોગ્યતા ધરાવતા નથી અને કદાચ તેમના બાળકો પણ એવા જ હશે. કાયદો તેના માટે ન હતો.”ટ્રમ્પે જણાવ્યું હતું કે, “મને લાગે છે કે, અમે સુપ્રીમ કોર્ટમાં કેસ જીતીશું.” ચાલુ સપ્તાહે રિપબ્લિકન પાર્ટીના સેનેટર્સે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સ અને કામચલાઉ વિઝા ધરાવતા નોન-ઇમિગ્રન્ટ્‌સના બાળકોને જન્મજાત નાગરિકતાનો અધિકાર નહીં આપવા ખરડો રજૂ કર્યો હતો. સેનેટર્સ લિંડસે ગ્રેહામ, ટેડ ક્રૂઝ અને કેટી બ્રિટે આ બિલ રજૂ કર્યું હતું. અમેરિકાની ગણના વિશ્વના માત્ર એવા ૩૩ દેશમાં થાય છે જ્યાં જન્મજાત નાગરિકતા પર કોઇ નિયંત્રણ નથી. સેન્ટર ફોર સ્ટડીઝના અંદાજ મુજબ ૨૦૨૩માં અમેરિકામાં ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્‌સે ૨,૨૫,૦૦૦થી ૨,૫૦,૦૦૦ બાળકોને જન્મ આપ્યો હતો. તે અમેરિકાના કુલ જન્મદરના લગભગ સાત ટકા છે.અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર શનિવારે ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાની યોજના જાહેર કરી છે. તે ચીન સામે પણ આવાં પગલાં અમલી બનાવવાની પ્રક્રિયામાં છે. તેમણે ગુરુવારે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું હતું કે, “અમે ઘણા કારણોસર કેનેડા અને મેક્સિકો પર ટેરિફ જાહેર કરવાના છીએ.” તેમણે ટેરિફ માટે ગેરકાયદે ઇમિગ્રેશન, ડ્રગ્સની દાણચોરી તેમજ અમેરિકા દ્વારા કેનેડા અને મેક્સિકોને અપાતી મોટી સબસિડીને કારણભૂત ગણાવી હતી. હું કેનેડા પર ૨૫ ટકા અને મેક્સિકો પર ૨૫ ટકા ટેરિફ લાગુ કરીશ. આ દેશો સાથેની અમેરિકાની ખાધનું પ્રમાણ ઘણું મોટું છે.”અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય વેપારમાં અમેરિકન ડોલરના સ્થાને અન્ય કરન્સીનો ઉપયોગ કરવા સામે બ્રિક્સ દેશોને ફરી ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે, ડોલરને બદલવાનો પ્રયાસ કરાશે તો તેમની પર ૧૦૦ ટકા ટેરિફ લાદવામાં આવશે. બ્રિક્સ દેશોમાં ભારત, ચીન, રશિયા, દક્ષિણ આળિકા, ઇજિપ્ત, ઇથિયોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને યુએઇનો સમાવેશ થાય છે.

    Donald Trump
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Hormuz માં ઈરાને 7 વ્યાપારી જહાજો પર હુમલા કર્યાનો અમેરિકાનો દાવો

    July 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Russian ક્રુડતેલ ખરીદવા પર હવે 500 નહી, 100% અમેરિકી ટેરિફ!

    July 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Indian નાવિકના મૃત્યુ સંદર્ભે વિદેશ મંત્રાલયે ઈરાની રાજદ્વારીઓને સમન્સ મોકલ્યા

    July 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz સ્ટ્રેટ પર અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે

    July 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iranએ ૫૨,૦૦૦ વિરોધીઓને મારી નાખ્યા છે, તેની સામે હુમલા ચાલુ રહેશે: યુએસ પ્રમુખ

    July 14, 2026
    મુખ્ય સમાચાર

    મધ્ય પૂર્વમાં વધુ એક યુદ્ધ ફાટી નીકળ્યું: Yemenના હુથીઓએ સાઉદી અરેબિયા પર મિસાઇલો અને ડ્રોન છોડ્યા

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    શીપ બિલ્ડીંગ સૌરાષ્ટ્રના આંગણે; Porbandar નું કુછડી બનશે ઉદ્યોગ હબ

    July 15, 2026

    Hormuz માં ઈરાને 7 વ્યાપારી જહાજો પર હુમલા કર્યાનો અમેરિકાનો દાવો

    July 15, 2026

    દહેજ હત્યા કેસમાં 77 આરોપી ! આખા પરિવાર સામે કેસ ન્યાયની મજાક : Supreme Court

    July 15, 2026

    Ram Mandir Trust ના CEO પદ માટે 24 કલાકમાં 1,000 થી વધુ અરજીઓ

    July 15, 2026

    Bengal ની ખાડીમાં લો-પ્રેશર : ચોમાસુ ફરી સક્રિય થવાની આશા

    July 15, 2026

    India-UK વચ્ચે મુક્ત વ્યાપાર સમજુતી લાગુ : 99 ટકા નિકાસ પર ટેક્સ ઝીરો

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શીપ બિલ્ડીંગ સૌરાષ્ટ્રના આંગણે; Porbandar નું કુછડી બનશે ઉદ્યોગ હબ

    July 15, 2026

    Hormuz માં ઈરાને 7 વ્યાપારી જહાજો પર હુમલા કર્યાનો અમેરિકાનો દાવો

    July 15, 2026

    દહેજ હત્યા કેસમાં 77 આરોપી ! આખા પરિવાર સામે કેસ ન્યાયની મજાક : Supreme Court

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.