Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે

    May 4, 2026

    સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા

    May 4, 2026

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે
    • સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા
    • Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો
    • Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ
    • Prabhaspatan : યાત્રાધામ સોમનાથમાં કોરીડોરની પ્રક્રિયા શરૂ, ડિમોલીશન યુધ્ધનાં ધોરણે શરૂ
    • Rajkot: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% ઉજજવળ પરિણામઃA-1 ગ્રેડમાં 1576 વિદ્યાર્થીઓ
    • Amreli લોકડાયરામાં ચલણી નોટો સાથે ડોલર-ચાંદીનાં રૂપિયાનો કલાકારો પર વરસાદ
    • Jetpur સાઇબર ક્રાઇમના ફ્રોડના નાણા બેંક ખાતામાં અનફ્રીઝ કરી ફરિયાદીને પરત કરવા આદેશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ક્રિકેટરોના ‘Star Culture’ પર અંકુશ:ખેલાડીઓ માટે 10 નિયમોની માર્ગદર્શિકા
    ખેલ જગત

    ક્રિકેટરોના ‘Star Culture’ પર અંકુશ:ખેલાડીઓ માટે 10 નિયમોની માર્ગદર્શિકા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.17
    ભારતીય ક્રિકેટ ટીમના છેલ્લી બે સીરીઝમાં અત્યંત ખરાબ-કંગાળ પ્રદર્શનથી તીવ્ર પ્રત્યાઘાતો પડયા જ છે. હવે ક્રિકેટરોને શિસ્તમાં રાખવા તથા પરફોર્મન્સ પર જ ખેલાડીઓનું ફોકસ રહે તે સુનિશ્ચિત કરવા માટે 10 મુદાઓની માર્ગદર્શિકા ક્રિકેટ બોર્ડે જારી કરી છે. આ 10 નિયમોનુ પાલન ફરજીયાત બનાવ્યુ છે અને તેનો ભંગ કરવાના સંજોગોમાં ‘અંજામ-પરિણામ ભોગવવાની’ તૈયારી રાખવા પણ ખેલાડીઓને સાફ ચેતવણી આપવામાં આવી છે.

    ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે 0-3 તથા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 1-3થી સીરીઝમાં કારમો પરાજય મળ્યા બાદ સ્તબ્ધ બનેલા ક્રિકેટ બોર્ડે ખેલાડીઓના ‘સ્ટાર કલ્ચર’ને અંકુશમાં લેવાની વિચારણા શરૂ કરી જ દીધી હતી અને તેના ભાગરૂપે હવે 10 નિયમો સાથેની માર્ગદર્શિકા જારી કરી દેવામાં આવી છે.

    ભારતીય ક્રિકેટ બોર્ડે જારી કરેલા 10 નિયમો અંતર્ગત ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો માટે ઘરેલુ ક્રિકેટમાં રમવાનુ ફરજીયાત કરવામાં આવ્યુ છે જયારે વિદેશ પ્રવાસ વખતે પત્ની-પરિવાર તથા અંગત સ્ટાફને સાથે રાખવા પર નિયંત્રણો મુકવામાં આવ્યા છે. આ સિવાય પ્રવાસ દરમ્યાન વ્યક્તિગત વિજ્ઞાપન-બ્રાન્ડ-એન્ડોર્સમેન્ટ માટે ફોટોશુટ કરવા પર પાબંદી મુકવામાં આવી છે.

    ભારતીય ટીમમાં આંતરિક વિખવાદ હોવાની પણ અટકળો થઈ રહી છે ત્યારે ટીમમાં ‘શિસ્ત અને એકતા’ને ઉતેજન આપવા માટે આ કદમ ઉઠાવવામાં આવ્યા છે. આ નવા નિયમોનું પાલન નહીં કરનારા ખેલાડીઓ પર પ્રતિબંધ મુકવા જેવા એકશન લેવામાં આવશે. વેતનમાં કાપ, આઈપીએલમાં ભાગ લેવા પર પાબંદી જેવા એકશન પણ લેવાશે.

    ભારતીય ટીમના વિદેશ પ્રવાસ વખતે પત્ની-પરિવારના સભ્યોને માત્ર બે સપ્તાહ સુધી જ ખેલાડીની સાથે રહેવાની છુટ્ટ રહેશે. આ ઉપરાંત મેચ અથવા સીરીઝ વ્હેલી ખત્મ થઈ જાય તો ખેલાડીઓને વ્હેલા પરત ફરવા સામે પણ નિયંત્રણ રહેશે.

    નવા નિયમો હેઠળ દરેક ખેલાડીએ પ્રવાસમાં ટીમની સાથે જ એક સાથે જવું પડશે. અલગ રીતે અથવા પરિવારની સાથે જવું હોય તો ક્રિકેટ બોર્ડની પૂર્વ મંજૂરી મેળવવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ સિવાય ખેલાડીઓ નિયત કરતા વધુ સામાન પણ નહીં લઇ જઇ શકે, વધુ સામાન રહેવાના સંજોગોમાં ખેલાડીએ પોતે જ તેનો ખર્ચ ઉઠાવવો પડશે.

    પ્રેકટીસમાં પણ તમામ ખેલાડીઓએ ફરજીયાત ભાગ લેવો પડશે. એકથી બીજા સ્થાને પ્રવાસમાં પણ તમામે  એક સાથે મુસાફરી કરવી પડશે. સીરીઝ દરમ્યાન ક્રિકેટ બોર્ડના કોઇપણ સત્તાવાર કાર્યક્રમ હોય તો તેમાં સામેલ થવાનું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે. 

    10 નિયમોની માર્ગદર્શિકામાં એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે નિયમ ભંગ બદલ ખેલાડી સામે એકશન લેવા ક્રિકેટ બોર્ડને સત્તા રહેશે. નિયમ ભંગ કરનારને આઇપીએલ સહિત કોઇપણ ટુર્નામેન્ટમાં સામેલ થવા પર પ્રતિબંધ  મુકાઇ શકે છે. ઉપરાંત મેચ ફીમાં કાપ જેવા પગલા પણ લેવાશે.

    Star Culture
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    ભારતીય ખેલાડી મોન્ટી દેસાઈને કેનેડિયન ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

    May 2, 2026
    ખેલ જગત

    Yashasvi Jaiswalએ સ્ટાર્ક સામેની મેચના પહેલા બોલ પર છગ્ગો ફરકારી Virat Kohli સાથે વિશેષ ક્લબમાં જોડાયો

    May 2, 2026
    ખેલ જગત

    Gujarat Titans ટીમે Dinner સાથે Gujarat Dayની ઉજવણી કરી

    May 2, 2026
    ખેલ જગત

    15 વર્ષના Vaibhav Suryavanshiને Out કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા

    May 2, 2026
    ખેલ જગત

    Indian Premier Leagueની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી

    May 2, 2026
    ખેલ જગત

    KL Rahulની ઇચ્છા છે કે તે MahendraSingh Dhoniના પાંચ IPL Titleની બરાબરી કરે

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે

    May 4, 2026

    સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા

    May 4, 2026

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026

    Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ

    May 4, 2026

    Prabhaspatan : યાત્રાધામ સોમનાથમાં કોરીડોરની પ્રક્રિયા શરૂ, ડિમોલીશન યુધ્ધનાં ધોરણે શરૂ

    May 4, 2026

    Rajkot: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% ઉજજવળ પરિણામઃA-1 ગ્રેડમાં 1576 વિદ્યાર્થીઓ

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે

    May 4, 2026

    સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા

    May 4, 2026

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.