New Delhi,તા.25
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ પરિવારમાં ખુશીના સમાચાર આવ્યા છે, તેઓ ફરી દાદા બન્યા છે. અમિતભાઈના પુત્ર, બીસીસીઆઈના સચિવ જય શાહ પુત્રના પિતા બન્યા છે. જયભાઈ શાહ બે દીકરો બાદ હવે પુત્રના પિતા બન્યા છે. જય શાહ અને રિશિતા પટેલના ફેબ્રુઆરી 2015માં લગ્ન થયા હતાં.
ગઈકાલે સાઉદી અરેબિયામાં યોજાયેલ આઈપીએલ હરાજી દરમ્યાન આઈપીએલ ચેરમેન અરુણસિંહ ધુમલે તેના સંબોધન વખતે જય શાહને અભિનંદન પાઠવ્યા.
તેઓએ કહ્યું કે, ભારતના ઓફ ફિલ્ડ કેપ્ટન જય શાહને અભિનંદન, તેમના ઘરે પુત્રનો જન્મ થયો છે. અરુણ સિંહ ધૂમલે રોહિત શર્માને પણ અભિનંદન્ પાઠવ્યા હતા.

