Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ
    • Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ
    • Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ
    • શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા
    • Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે
    • Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો
    • Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ
    • Jamnagarમાં અજ્ઞાત પ્રૌઢનું બેભાન હાલતમાં મળી આવ્યા મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»10 વખતનો WWE ચેમ્પિયન Brock Lesnar આખરે રિટાયર
    ખેલ જગત

    10 વખતનો WWE ચેમ્પિયન Brock Lesnar આખરે રિટાયર

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026Updated:August 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.05

    10 વખતનો WWE વર્લ્ડ ચેમ્પિયન અને કોમ્બેટ સ્પોર્ટ્સનો સૌથી મોટા સ્ટારમાં સામેલ બ્રોક લેસનરે પ્રોફેશનલ રેસલિંગથી સત્તાવાર રીતે સંન્યાસની જાહેરાત કરી દીધી છે. 49 વર્ષીય લેસનરે ‘The Pat McAfee Show’માં પોતાના રિટાયરમેન્ટનું એલાન કરતા કહ્યું કે, ‘મારી સફર હવે માત્ર WWE (વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ)માં જ નહીં, પરંતુ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ફાઈટિંગથી ખતમ થઈ ગઈ છે.’લેસનરે જણાવ્યું કે, ગત શનિવારે સમરસ્લેમમાં રમાયેલી મારી મેચ મારા કરિયરની છેલ્લી મેચ હતી. તેણે સ્વીકાર્યું કે રેસલમેનિયા દરમિયાન જ મને સમજાઈ ગયું હતું કે, મારો સમય પૂરો થઈ ચૂક્યો છે. તે મેચમાં ઓબા ફેમી સામે હાર્યા બાદ તેણે રિંગમાં પોતાના બૂટ અને ગ્લોવ્સ ઉતારી દીધા હતા. જો કે, WWEની અપીલ અને પોતાની અંદર બચેલી ઊર્જાને કારણે તેણે એક અંતિમ ‘હેલ ઈન અ સેલ’ મેચ રમવાનો નિર્ણય કર્યો.લેસનરે કહ્યું કે, આજે હું દુનિયાને જણાવવા માંગુ છું કે હું રિટાયર થઈ ચૂક્યો છું. શનિવારનો દિવસ મારા માટે ખૂબ જ ભાવુક દિવસ હતો. જ્યારે ઓબા ફેમીએ રેસલમેનિયામાં મને સ્લેમ કર્યો, ત્યારે મેં વિચાર્યું કે હું હવે આ ન કરી શકું. પરંતુ બિઝનેસે ફરી બોલાવ્યો અને મારી અંદર થોડી હિંમત બાકી હતી. હવે શનિવાર બાદ સ્ક્વેયર્ડ સર્કલમાં બ્રોક લેસનર માટે બધું ખતમ થઈ ગયું છે.

    બ્રોક લેસનરનું કરિયર રમતગમતના ઈતિહાસના સૌથી અનોખા સફરમાં ગણાય છે. સાઉથ ડકોટાના ખેડૂત પરિવારમાંથી આવતા લેસનરે સૌપ્રથમ કોલેજ રેસલિંગમાં પોતાની ઓળખ બનાવી હતી. મિનેસોટા યુનિવર્સિટી તરફથી રમતા તેઓ બે વાર ઓલ-અમેરિકન બન્યા, બે વાર બિગ ટેન ચેમ્પિયન રહ્યા અને વર્ષ 2000માં NCAA ડિવિઝન-1 (NCAA Division-I) નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપ પણ પોતાના નામે કરી હતી.લેજ રેસલિંગમાં સફળતા મેળવ્યા બાદ તેમણે WWE તરફ પ્રયાણ કર્યું અને માત્ર બીજા જ વર્ષે એટલે કે 2002માં ડ્વેન ‘ધ રોક’ જૉનસનને હરાવીને પોતાનો પહેલો WWE વર્લ્ડ ટાઈટલ જીતી લીધો. પોતાના ખતરનાક F-5 ફિનિશિંગ મુવના દમ પર લેસનરે WWEમાં કુલ 10 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી અને ‘ધ બીસ્ટ ઈનકાર્નેટ’ના નામથી વિશ્વભરમાં જાણીતા થયા.તેના નામે બે રોયલ રમ્બલ (2003 અને 2022), કિંગ ઓફ ધ રિંગ (2002) અને મની ઇન ધ બેન્ક લેડર મેચ (2019) જીતવાનો રેકોર્ડ પણ નોંધાયેલો છે. વર્ષ 2014માં તેણે રેસલમેનિયામાં ધ અંડરટેકરની 21-0ની ઐતિહાસિક જીતની સ્ટ્રીક તોડીને પ્રો રેસલિંગના ઈતિહાસની સૌથી યાદગાર ક્ષણોમાંથી એકને જન્મ આપ્યો હતો.2004માં લેસનરે WWE છોડીને અમેરિકન ફૂટબોલમાં કરિયર બનાવવાનો પ્રયાસ કર્યો. તેણે NFL (નેશનલ ફૂટબોલ લીગ)ની મિનેસોટા વાઈકિંગ્સ ટીમ સાથે પ્રી-સીઝન મુકાબલા રમ્યા, પરંતુ અંતિમ ટીમમાં સ્થાન ન બનાવી શક્યા.

    ત્યારબાદ 2007માં તેણે મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) માં પ્રવેશ કર્યો. પોતાની ચોથી જ મેચમાં રેન્ડી કૉઉચરને હરાવીને 2008માં UFC (અલ્ટિમેટ ફાઇટીંગ ચેમ્પિયનશિપ) હેવીવેઇટ ચેમ્પિયન બન્યો. તેણે 2015માં MMAમાંથી સંન્યાસ લીધો, પરંતુ 2016માં UFC 200માં માર્ક હન્ટ (Mark Hunt) સામે છેલ્લી વખત ઓક્ટાગનમાં ઉતર્યો. જો કે, તે મેચ પહેલા પ્રતિબંધિત પદાર્થના સેવનમાં પોઝિટિવ આવ્યા બાદ નેવાડા સ્ટેટ એથ્લેટિક કમિશન દ્વારા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે ફરી ક્યારેય MMA મેચ નથી લડી.લેસનર પોતાના વિદાય સંદેશમાં ભાવુક નજર આવ્યો. તેણે કહ્યું કે, ‘હું દક્ષિણ ડકોટાનો એક સામાન્ય ખેડૂત હતો, જેને મોટા સપના હતા. આજે 49 વર્ષની ઉંમરે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે હું ભગવાન અને તે બધા લોકોનો આભાર માનું છું જેમણે મને સાથ આપ્યો. હું બાળકોને કહેવા માંગુ છું કે, સોશિયલ મીડિયા પર માત્ર સફળતા જ દેખાય છે, પરંતુ તેની પાછળની મહેનત નહીં. જો તમે સખત મહેનત કરતા રહેશો અને તમારા લક્ષ્ય પર ફોકશ રાખશો, તો તમને ચોક્કસપણે સારા પરિણામો મળશે.’

    બ્રોક લેસનરના રિટાયરમેન્ટની સાથે જ WWE અને કોમ્બેટ સ્પોર્ટ્સના એક એવા યુગનો અંત આવ્યો છે, જેણે પ્રો રેસલિંગ, MMA અને ખેલ જગતમાં આવા ઘણા રેકોર્ડ બનાવ્યા જે આવનારા વર્ષો સુધી યાદ કરવામાં આવશે.

    10-time Brock Lesnar WWE Champion
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleબુમરાહની જગ્યાએ ચાન્સ ન મળતાં Mohammed Shamiએ મૌન તોડ્યું
    Next Article Preity Zintaના પ્રેમમાં પાગલ થઈ ગયો તો વિદેશી ક્રિકેટર? ડેટિંગ-અફેર અંગે મૌન તોડ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026
    ખેલ જગત

    New Delhi: અભિષેકે પોતાની સદી પૂરી કર્યા પછી અનોખી રીતે પોતાની સદીની ઉજવણી કરી

    September 18, 2026
    ખેલ જગત

    Abhishek Sharmaએ ૨૬ વર્ષની ઉંમરે વિરાટ કોહલીના ભવ્ય રેકોર્ડની બરાબરી કરી

    September 18, 2026
    ખેલ જગત

    Women’s Asia Cupની ફાઈનલમાં ભારતનો શાનદાર વિજય

    September 14, 2026
    ખેલ જગત

    Shreyas Iyerના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચી; અફઘાન લડવૈયાઓનો સામનો કરશે

    September 11, 2026
    ખેલ જગત

    India and Afghanistan વચ્ચે ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી ૧૩ સપ્ટેમ્બરથી શરૂ થશે

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 23:42
    Categories
    Latest News

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026

    શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા

    September 19, 2026

    Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે

    September 19, 2026

    Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો

    September 19, 2026
    Search
    Main News

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.