Ahmedabadતા.6
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સૌથી વ્યસ્ત અને મહત્વના એવા એસ.જી. હાઈવેને ‘આઈકોનિક રોડ’ તરીકે વિકસાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે,આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદ મહાનગરમાં યોજાવવા માટે જઈ રહી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આજે અમદાવાદ હરણફાળ પ્રગતિ કરી છે અને વૈશ્વિક કક્ષાએ આ સિટીએ નામના મેળવી છે.
અમદાવાદની ઓળખ સમાન એસ.જી હાઈવેને સનાથલ સર્કલથી શરૂ કરી ગાંધીનગરના જી-7 સર્કલ સુધીનો આખો રોડ ડેવલોપ કરવા માટેનો લગભગ 30 કિમીનો રોડ છે, જેને એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ જે રીતે આઈકોનિક રોડ બનાવવામાં આવ્યો.
એવી જ રીતે સનાથલથી ગાંધીનગર સુધીનો એસ.જી હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ગુડા, ગાંધીનગર મહાનગર પાલિકાએ માટે આજના તાકીદના કામની અંદર યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા ડેવલોપ કરવામાં આવશે.
કન્સલટન્સીનો તમામ ખર્ચ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. પરિણામે આવનારા સમયગાળા દરમિયાન લેન્ડસ્કેપિંગ તદઉપરાંત ગઝીબો, ઈસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો એવો નવતર 30 કિમીનો રોડ એસ.જી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે.

