Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    06 જૂનનું રાશિફળ

    June 5, 2026

    06 જૂનનું પંચાંગ

    June 5, 2026

    Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?

    June 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 06 જૂનનું રાશિફળ
    • 06 જૂનનું પંચાંગ
    • Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?
    • પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક
    • Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે
    • Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી
    • Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી
    • Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Sahara ના રણમાં વાહન ખોટકાતા 49 લોકોના તરફડીને મોત
    આંતરરાષ્ટ્રીય

    Sahara ના રણમાં વાહન ખોટકાતા 49 લોકોના તરફડીને મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Niger,તા.05

    પશ્ચિમ આફ્રિકાના નાઇજર દેશમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વિશ્વના સૌથી ક્રૂર ગણાતા સહારાના રણ પ્રદેશમાં એક ટ્રક બગડી જતાં, તેમાં સવાર પ્રવાસીઓ ભયાનક ગરમી અને પાણીના અભાવે ફસાઈ ગયા હતા.

    આ અસહ્ય તાપમાન અને પાણીના એક-એક ટીપાં માટે તરસતા 49 લોકોના કણ મોત નીપજ્યા હતા. આ તમામ મૃતકો એક મુસ્લિમ તહેવારમાં હાજરી આપીને માલી દેશથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટનાનો શિકાર બન્યા હતા.

    સત્તાવાર માહિતી અનુસાર, આ ઘટના નાઇજર અને અલ્જીરિયાની સરહદ નજીક આવેલા ક્રોસિંગ પોઇન્ટ ‘અસમાકા’ થી આશરે 80 કિલોમીટર દૂર એક નિર્જન અને અત્યંત અંતરિયાળ વિસ્તારમાં બની હતી.

    રણની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક પ્રવાસીઓની ટ્રક ખોરવાઈ ગઈ હતી. ડ્રાઈવર, તેના મદદનીશો અને પ્રવાસીઓએ ગાડી રિપેર કરવાના અથાક પ્રયાસો કર્યા હતા પરંતુ વ્હીકલ ચાલુ થઈ શક્યું નહોતું.

    કમનસીબે, આ દરમિયાન ગાડીમાં રાખેલું પીવાનું પાણી પણ સંપૂર્ણપણે ખલાસ થઈ ગયું હતું. આસપાસ સેંકડો કિલોમીટર સુધી માત્ર ગરમ રેતી અને શેકાતો તડકો હોવાથી, 49 લોકો તરસના કારણે તરફડીને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા તમામ મૃતકોને રણ પ્રદેશમાં જ સામૂહિક કબરો બનાવીને દફનાવવામાં આવ્યા છે.

    આ ભયાનક કાળચક્ર વચ્ચે પણ બે લોકોનો ચમત્કારિક બચાવ થયો એ આ બંને બચી ગયેલા પ્રવાસીઓએ અગનગોળા ફેંકતી ગરમીમાં પણ હિંમત ન હારી અને રેતીના ઢુવાઓ વચ્ચે 50 કિલોમીટર કરતાં પણ વધુ અંતર પગપાળા કાપ્યું હતું.

    તેઓ જેમ-તેમ કરીને એક પાણીના સ્ત્રોત સુધી પહોંચ્યા અને ત્યાંથી અસમાકા તરફ આગળ વધ્યા હતા. આ બે બચી ગયેલા લોકોએ જ સ્થાનિક સત્તાવાળાઓને ટ્રક બગડવાની અને અન્ય લોકો ફસાયા હોવાની પ્રથમ જાણકારી આપી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, આ ચોક્કસ વિસ્તાર ગેરકાયદેસર અને આફ્રિકન પ્રવાસીઓ ના અવરજવર માટેનો મુખ્ય માર્ગ માનવામાં આવે છે. અગાઉ પણ આ રૂટ પર ગરમી અને ભૂખ-તરસના કારણે સેંકડો લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. આ ઘટનાએ ફરી એકવાર રણ વિસ્તારની ભયાનકતા અને પ્રવાસીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.

    49 killed Niger Sahara desert vehicle accident
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ત્રણ દિવસમાં ૧.૫૦ કરોડ LPG બુકિંગ સામે ૧.૪૩ કરોડ સિલિન્ડર અપાયાઃ સરકાર

    June 5, 2026
    મુખ્ય સમાચાર

    સરકારી નોકરીમાં નિર્ધારિત લાયકાતનું પાલન કરવું ફરજિયાતઃ Supreme Court

    June 5, 2026
    રાષ્ટ્રીય

    ‘ફક્ત AI ની માહિતીના આધારે ચુકાદા-આદેશ ન આપી શકાય

    June 5, 2026
    અમદાવાદ

    કડાકા ભડાકા સાથે આગામી ૩ દિવસ ખુબ જ ભારે, ગુજરાત સહિત ૧૭ રાજ્યોમાં વરસાદની ભારે આગાહી

    June 5, 2026
    સુરત

    Surat એક શહેર નથી એક સ્પિરિટ છે, કારણ કે સુરતના લોકો હંમેશા સ્વચ્છતાને પ્રાથમિક્તા આપે છે, PM મોદી

    June 5, 2026
    રાષ્ટ્રીય

    NEET Exam કે યુદ્ધની તૈયારી! પાંચ લાખ જવાનો, પેરામિલીટરી તૈનાત કરાશે

    June 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    06 જૂનનું રાશિફળ

    June 5, 2026

    06 જૂનનું પંચાંગ

    June 5, 2026

    Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?

    June 5, 2026

    પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક

    June 5, 2026

    Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે

    June 5, 2026

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    06 જૂનનું રાશિફળ

    June 5, 2026

    06 જૂનનું પંચાંગ

    June 5, 2026

    Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?

    June 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.