કોહલી અર્શદીપ સિંહની નકલ કરતો જોવો મળ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે
New Delhi તા.૧૦
ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી પહેલા વિરાટ કોહલી મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો. વડોદરામાં રમાનારી મેચ માટે વિરાટે સખત પ્રેક્ટિસ કરી હતી. આ ટ્રેનિંગ સેશન દરમિયાન વિરાટ કોહલીએ અર્શદીપ સિંહની મજાક ઉડાવી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ટીમ ઈન્ડિયાની ટ્રેનિંગ દરમિયાન યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની રનિંગ સ્ટાઇલની નકલ કરતો જોવા મળ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાની ટ્રેનિંગમાં સિનિયર બેટ્સમેન કોહલી અને રોહિત શર્માએ શાનદાર ફોર્મ બતાવ્યું હતું. રવિવારથીર્ ંડ્ઢૈં શ્રેણી શરૂ થશે, ત્યારબાદ લાંબી ્૨૦ સીઝન શરૂ થશે જેમાં ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની શ્રેણી, ્૨૦ વર્લ્ડ કપ અને ૈંઁન્નો સમાવેશ થાય છે. વિજય હજારે ટ્રોફીમાં બે-બે મેચ રમ્યા બાદ કોહલી અને રોહિતે લગભગ દોઢ કલાક સુધી ભારતીય ઝડપી બોલરો, સ્પિનરો અને થ્રોડાઉન નિષ્ણાતોનો સામનો કર્યો. ઘરેલુ ટુર્નામેન્ટમાં ૭૭ અને ૧૩૧ રન બનાવનાર કોહલીએ ભારતીય સ્પિનરો અને ઝડપી બોલરોનો આક્રમક રીતે સામનો કર્યો. જોકે, ભારતના મધ્યમ ક્રમના બેટ્સમેન શ્રેયસ ઐયર અને ઋષભ પંત તેમજ ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ગુરુવારે વિજય હજારે ટ્રોફીમાં પોતપોતાની રાજ્ય ટીમો માટે રમતા હોવાથી ત્રણ કલાકના તાલીમ સત્રમાં ભાગ લીધો ન હતો. આ ત્રણેય ખેલાડીઓ શનિવારે ટીમમાં જોડાય તેવી અપેક્ષા છે. ભારતના કેપ્ટન શુભમન ગિલે પણ પોતાની તાલીમ અને બેટિંગ પ્રેક્ટિસ આરામથી પૂર્ણ કરી, ડિસેમ્બરના અંતમાં પગની ઇજાને કારણે દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી બે ્૨૦ મેચ ગુમાવી હતી.
ન્યુઝીલેન્ડ શ્રેણી માટે ભારતનીર્ ંડ્ઢૈં ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (ઉપ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણ, કુલદીપ યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ.

